September 21, 2020
September 21, 2020

પ્રાંતિજ : ડાંગરનું ભેળસેળ યુકત બિયારણ નિકળતા ધરતીપુત્રો સલવાયા

સરદાર ડેપોમાંથી ખરીધેલ ડાંગરનું બિયારણ નિકળ્યું ભેળસેળ યુકત

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ડાંગરની ખેતી કરતા ધરતી પુત્રોએ સરદાર કંપનીનું લીધેલ ડાંગરનું બિયારણ ભેળસેળ યુકત નિકળ્યું. 200 વિધાથી પણ વધારે ડાંગરનું વાવેતર માત્ર પલ્લાચર અને બાલીસણામાં કરવામાં આવ્યું છે ત્યારે હાલ તો પોષણ ભાવ ને લઈને ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા છે.

પ્રાંતિજ ખાતે આવેલ સરદાર જીએટીએલ કિસાન સુવિધા કેન્દ્રમાંથી પ્રાંતિજના પલ્લાચર અને બાલીસણાના ડાંગર પકવતા ખેડૂતો દ્વારા સરદાર કંપનીનું માર્કાવાળુ વિશ્વાસ રાખીને બિયારણ લીધું હતું અને પોતાના ખેતરોમાં અને પલ્લાચર-બાલીસણા ગામ ખાતે જ 200થી પણ વધારે વિધા માં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યુ છે. ત્યારે સરદાર ડેપોમાંથી લીધેલ સરદાર કંપનીનું ડાંગરનું બિયારણ ભેળસેળ યુકત જણાઇ આવતા ખેડૂતોએ સરદાર ડેપોમાં રજુઆત કરી, પણ ડેપો દ્વારા પણ ખેડૂતોને કોઇ જ આશ્વાસન આપવામાં આવ્યુ નથી.

હાલ તો દવા ખાતર અને દેખરેખ મહેનત બાદ ડાંગર ખેતરોમાં તૈયાર થતા વધઘટ રીતે ત્યાર થતા લાલ સફેદ દાણા દેખાતા હાલતો ખેડૂતો છેતરાયા હોવાનો એહસાસ કરી રહ્યા છે અને મીક્ષ બિયારણ હોવાથી પોષણ ભાવને લઈને હાલતો મુશ્કેલીમાં મુકાયા છે.

ખેડૂતો દ્વારા સરદાર ડેપોમાં રજુઆત કરી છે ત્યારે હવે જોવું એ રહ્યું કે કંપની દ્વારા ખેડૂતોને વળતર કે પછી જે માર્કેટ ભાવ હોય તે ભાવ આપવામાં આવશે કે પછી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવશે…? એતો આવનાર દિવસોમાંજ ખબર પડશે.

સંજય રાવલ

 141 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર