પદ્મ અવૉર્ડ 2020: અરૂણ જેટલી-સુષમા સ્વરાજને મરણોપરાંત પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયાં

ગુજરાતની 8 હસ્તીઓને પદ્મ પુરસ્કાર મળ્યા

રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ એવોર્ડ સમારોહ યોજાયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં પૂર્વ કેન્દ્રીયમંત્રી અરુણ જેટલી અને સુષમા સ્વરાજને મરણોપરાંત પદ્મ વિભૂષણથી સન્માનવામાં આવ્યા. અભિનેત્રી કંગના રનૌત અને સિંગર અદનાન સામીને પદ્મશ્રીથી સન્માનિત કરાયા. ગુજરાતના બાલકૃષ્ણ દોશીને પદ્મ ભૂષણ અને અન્ય 7 હસ્તીઓને પદ્મશ્રી પુરસ્કાર મળ્યા.

કરણ જોહર, એકતા કપૂર અને દિવંગત સિંગર એસપી બાલાસુબ્રહ્મણ્યમ સહિત કુલ 102 લોકોને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. તેમના સિવાય 10 લોકોને પદ્મ ભૂષણ, જ્યારે 7 લોકોને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવશે. સન્માન પામનારા કુલ 119 લોકોમાં 29 મહિલા અને એક ટ્રાન્સજેન્ડર સામેલ છે.

વિવિધ ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપનારને ‘પદ્મ વિભૂષણ’ એનાયત કરવામાં આવે છે. ‘પદ્મ ભૂષણ’ ઉચ્ચ કક્ષાની વિશિષ્ટ સેવા માટે અને ‘પદ્મશ્રી’ અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે કોઈપણ ક્ષેત્રમાં વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે.

ગુજરાતની 8 હસ્તીઓને પદ્મ પુરસ્કાર મળ્યા

  • આર્કિટેક્ચરના ક્ષેત્રે બાલકૃષ્ણ દોશીને પદ્મભૂષણ
  • વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રમાં ગફુરભાઈ બિલાખિયાને પદ્મશ્રી
  • સાહિત્યક્ષેત્રે એચ એમ દેસાઈને પદ્મશ્રી
  • વિજ્ઞાન અને એન્જીનિયરિંગ ક્ષેત્રે સુધીર જૈનને પદ્મશ્રી
  • કલાના ક્ષેત્રે યાઝદી નૌશિરવાન કરંડિયાને પદ્મશ્રી
    -સાહિત્ય ક્ષેત્રે નારાયણ જોશીને પદ્મશ્રી એનાયત
  • શાહબુદ્દીન રાઠોડને સાહિત્યના ક્ષેત્રમાં પદ્મશ્રી
  • મેડિસિન ક્ષેત્રે ડૉક્ટર ગુરદીપ સિંહને પદ્મશ્રી

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી