ભારતની નેવીએ ગુજરાતના તમામ બંદરો પર સુરક્ષા એલર્ટ આપ્યું છે. આ ઉપરાંત કોસ્ટ ગાર્ડને પણ સતર્ક રહેવા કહેવામાં આવ્યું છે. નેવીને આશંકા છે કે કચ્છના રણમાં સરક્રીક નામની જે ખાડી આવેલી છે ત્યાં હરામી નાળું છે ત્યાંથી પાકિસ્તાની કમાંડો ગુજરાતમાં ઘુસી શકે છે.
બીએસએફે ભારત-પાકની સીમા પર હરામી નાળા પાસે જ પાકિસ્તાની બે હોડીઓ પકડી હતી. આ હોડી ખાલી હતી અને માછલી પકડવામાં ઉપયોગમાં લેવાતી હતી. આ હોડીઓ ક્યાંથી આવી અને શું તેમાં કોઇ લોકો હતા, તે શંકાને આધારે બીએસએફ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે
38 , 1