આતંકવાદને સમર્થન આપવાની ફરી પાકિસ્તાનને મળી સજા

FATFના ગ્રે લિસ્ટમાં જ રહશે પાકિસ્તાન

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધુ વધી છે. આતંકવાદીઓ સામે કાર્યવાહી ન કરવાને કારણે પાકિસ્તાનને ફરી એકવાર ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ(FATF)એ ગ્રે લિસ્ટમાં રાખવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાનની સરકાર આતંકવાદની સામે 34 મુદ્દાના એજન્ડામાંથી ચારને પૂરા કરવામાં નિષ્ફળ રહી છે. પાકિસ્તાન ઉપરાંત તેના સહાયક મિત્ર તુર્કીને પણ FATF ની ગ્રે લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યો છે. કાશ્મીર પર પ્રચારમાં તુર્કી સતત પાકિસ્તાનને ટેકો આપી રહ્યું છે.

પેરિસમાં FATFનું ત્રણ દિવસનું સત્ર 19 થી 21 ઓક્ટોબર દરમિયાન યોજાયું હતું, જેમાં પાકિસ્તાનને ફરી એક વખત ગ્રે લિસ્ટમાં રાખવામાં આવ્યું છે. એપ્રિલ 2022 માં યોજાનારી આગામી FATF બેઠક સુધી પાકિસ્તાન હવે ગ્રે લિસ્ટમાં રહેશે. પાકિસ્તાને હજુ સુધી એફએટીએફના બધા માપદંડોને પૂરા નથી કર્યા. એવામાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી બહાર રાખવાનો નિર્ણય એપ્રિલ 2022માં આયોજિત થનારા એફએટીએફના આગામી સત્રમાં લેવામાં આવી શકે છે.

આ વર્ષે જૂનમાં એફએટીએફએ પાકિસ્તાનને બ્લેક મની પર રોક ન લગાવવા, આતંકવાદ માટે ફાઈનાન્સિંગ વધારવા પર ગ્રે લિસ્ટમાં રાખ્યું હતું. એફએટીએફએ પાકિસ્તાનને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત કરાયેલા આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા હાફિઝ સઈદ અને મસૂદ અઝહર જેવા લોકો સામે તપાસ કરવા અને તેમની સામે કેસ ચલાવવા કહ્યું હતું. પાકિસ્તાને દેખાડો તો કર્યો, પરંતુ વાસ્તવિક સ્તર પર કોઈ કામ નથી કર્યું.

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી