અંકુશ રેખા પર પાકિસ્તાને કર્યો ગોળીબાર, બે નાગરિકો ઈજાગ્રસ્ત

પાકિસ્તાની સેનાએ નાપાક હરકત હજુ પણ જારી રાખી છે. આજે જમ્મૂ-કશ્મીરના નૌશેરામાં અંકુશ રેખા પર જુદા ગોળીબાર કર્યો હતો. જેમાં બે નાગરિક ઇજાગ્રસ્ત થયા છે. બીજી તરફ, ભારતીય સેના દ્વારા પણ પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવામાં આવ્યો હતો. સેના જવાનોએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન દ્વારા સતત બોર્ડર વિસ્તારમાં કરવામાં આવતા ફાયરિંગ અને તોપમારાના પગલે લાઈન ઓફ કંટ્રોલથી પાંચ કિલોમીટરના વિસ્તારમાં આવેલી સ્કૂલોમાં રજા આપી દેવામાં આવી છે. તેમજ વિસ્તારમાં આવેલા ગામના લોકોને હાલ સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે.

પાક. તરફથી અત્યાર સુધીમાં અનેક વાર યુદ્ધવિરામ ભંગ કરવામાં આવ્યો છે ત્યારે બીએસએફ તરફથી પણ પાક. સેનાને વળતો જવાબ આપવામાં આવી રહ્યો છે.

 43 ,  3