પાકિસ્તાને ભારત માટે પોતાનો એર કૉરિડોર બંધ કર્યો

પાકિસ્તાને પોતાના હવાઈક્ષેત્રના એક કોરિડોરને બંધ કરી દીધો છે, જેનાથી વિદેશી ઉડાનો માટે 12 મિનિટ વધારાનો સમય લાગશે. આ જાણકારી એર ઇન્ડિયાના એક અધિકારીએ આપી હતી. પાકિસ્તાનથી થઈને 11 રૂટ જાય છે, જેમાંથી એક કોરિડોર અંતર્ગત આવતા ત્રણ રૂટને બંધ કરી દેવામાં આવ્યા છે. એર ઇન્ડિયાના અધિકારીના કહેવા પ્રમાણે કોરિડોર બંધ થતાં વિમાન માટે ઉડાનનો માર્ગ બદલવામાં આવશે.

એર ઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યુ કે, “એક કોરિડોરને (પાકિસ્તાની હવાઇ ક્ષેત્રમાં) બંધ કરી દેવામાં આવ્યો છે. જેનાથી વિદેશથી આવતી ફ્લાઇટને 12 મિનિટ વધારે સમય લાગશે. આનાથી વધારે અસર નહીં પડે.” નોંધનીય છે કે એર ઇન્ડિયા પાકિસ્તાનના હવાઈ વિસ્તારમાંથી દરરોજ 50 ઉડાનોનું સંચાલન કરે છે. ઇમરાન ખાને કાશ્મીર મુદ્દે વિશ્વના નેતાઓ સાથે વાત કરી હતી

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી