September 26, 2022
September 26, 2022

WC-2019: પાકિસ્તાન એક પણ બોલ રમ્યા વગર થશે બહાર, કંઇક આવું છે ગણિત

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની 41મી મેચમાં યજમાન ઇંગ્લેન્ડે, ન્યૂઝીલેન્ડને એતરફથી અંદાજમાં 119 રનથી હાર આપી છે. આ જીત સાથે જ ઇંગ્લેન્ડે સેમીફાઇનલમં પ્રવેશ મેળવી લીધો છે, તેની સાથે જ સેમીફાઇનલમાં પહોંચવાની પાકિસ્તાનની આશા પર પાણી ફરી વળ્યું છે.

પાકિસ્તાનની સેમીફાઇનલમાં પહોંચવાની સંભાવના હવે ના બરાબર છે. સ્થિતિ એવી છે કે પાકિસ્તાન 5 જુલાઇના રોજ યોજાનાર બાંગ્લાદેશની સામે જો ટોસ હારી જાય અને બાંગ્લાદેશ પહેલાં બેટિંગ પસંદ કરે તો પહેલો બોલ ફેંકાતા પહેલાં જ પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ 2019માંથી બહાર થઇ જશે. કારણ કે સ્થિતિ એવી છે કે પાકિસ્તાનનો રન રેટ ન્યૂઝીલેન્ડના રન રેટ કરતાં ઓછો થઇ જશે અને પાકિસ્તાનની ટીમનું સેમીફાઇનલમાં પહોંચવાનું સપનું અધૂરું જ રહી જશે.

પાકિસ્તાન સામે સેમીફાઇનલમાં પહોંચવાનો એક રસ્તો છે પરંતુ તે લગભગ અશક્ય છે. પાકિસ્તાન જો પ્રથમ બેટિંગ કરીને 350 રન બનાવે અને બાંગ્લાદેશની ટીમને 38 રનમાં ઓલઆઉટ કરે તો આવું શક્ય છે. બીજું કે પાકિસ્તાનની ટીમ જો 400 રન બનાવે અને બાંગ્લાદેશની ટીમને 84 રનમાં ઓલઆઉટ કરી દે તો આવું થઈ શકે, પરંતુ આ શક્ય નથી.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી