મોદી માટે ઇમરાન ખાને ખોલ્યું આસમાન, PM ઇમરાન ખાને લીધો મોટો નિર્ણય

શાંઘાઈ સહયોગ સંગઠનની ૧૩-૧૪ જુનના રોજ યોજાનાર બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેવા બિશ્કેક જઈ રહ્યા છે ત્યારે ઇમરાન ખાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાનને પોતાના હવાઇ ક્ષેત્રમાં ઉડાન ભરવાની મંજૂરી આપી દીધી છે. એક અધિકારીએ ૧૦ જુનના રોજ કહ્યું કે પાકિસ્તાન પીએમ ઇમરાન ખાને ભારત સરકારના અનુરોધને સ્વીકારતા પીએમ મોદીના વિમાનને પોતાના હવાઇ ક્ષેત્રમાં ઉડાન ભરવાની મંજૂરી આપી દીધી છે.

શાંઘાઇ સહયોગ સંગઠનની યોજાનાર બેઠકમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પણ ભાગ લેવાના છે. બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી શિબિર પર ભારતીય વાયુસેનાના હુમલા બાદ પાકિસ્તાને 26મી ફેબ્રુઆરીના રોજ પોતાના હવાઇ ક્ષેત્રને સંપૂર્ણપણે બંધ કરી દીધા હતા. ત્યારબાદથી પાકિસ્તાને 11માંથી માત્ર બે રસ્તા જ ખોલી રાખ્યા છે, જે દક્ષિણ પાકિસ્તાનની ઉપર થઇને પસાર થાય છે.

ભારતે પાકિસ્તાનને અનુરોધ કર્યો હતો કે તેઓ કિર્ગિસ્તાનના બિશ્કેક જવા માટે વડાપ્રધાન મોદીના વિમાનને પોતાની હવાઇક્ષેત્રમાંથી પસાર થવાની મંજૂરી આપે. ભારત સરકારના અનુરોધનો સૈદ્ધાંતિક રીતે સ્વીકાર કરી લીધો છે.અધિકારીએ કહ્યું કે ઔપચારિકતાઓ પૂરી થયા બાદ ભારત સરકારને નિર્ણયની જાણ કરી દેવાશે. સાથો સાથ તેમણે કહ્યું કે પાકિસ્તાનને આશા છે કે ભારત શાંતિ વાર્તા કરવાની તેમની રજૂઆતનો સ્વીકાર કરશે.

 8 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર