370: પાકિસ્તાને ભારતના હાઈકમિશનરને હાંકી કાઢ્યા

જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 રદ કરાતા અકળાયેલા પાકિસ્તાને ભારતના હાઈકમિશનર અજય બિસારિયાને હાંકી કાઢ્યા છે. પાક. વડાપ્રધાન ઈમરાન ખાનના વડપણ હેઠળ ઈસ્લામાબાદમાં રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (એનએસસી)ની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.

બેઠક પછી વિદેશમંત્રી શાહ મહેબૂબ કુરેશીએ કહ્યું કે તેમના હાઈકમિશનર નવી દિલ્હીમાં નહીં હોય અને ભારતના હાઈકમિશનને પાછા મોકલાશે. પાકિસ્તાને ભારત સાથે વેપાર બંધ કરવાની સાથે રાજદ્વારી સંબંધોમાં ઘટાડો કરવાનું પણ નક્કી કર્યું છે. પાકિસ્તાન આ મુદ્દો યુએન સુરક્ષઆ પરિષદમાં પણ ઉઠાવશે. બેઠકમાં સેના, આઈએસઆઈ અને તેમના મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રીઓ અને મોટા અધિકારીઓ જોડાયા હતા.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી