પાકિસ્તાન રઘવાયું થયું, ભારત સાથે રાજકીય સંબંધો તોડ્યા, રાજદૂતને ભારત પાછા મોકલ્યા

જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટિકલ 370 અને આર્ટિકલ 35A હટાવવાના નિર્ણય પછી રઘવાયા થયેલા પાકિસ્તાને ભારત સાથે રાજદ્રારી સંબંધો ઘટાડી દીધા છે. આટલું જ નહીં પાકિસ્તાને ભારત સાથે દ્વિપક્ષિય વ્યાપારિક સંબંધો સસ્પેન્ડ કરી દીધા છે.

મંગળવારે પાકિસ્તાને સંસદનું સંયુક્ત બેઠક બોલાવ્યા પછી હવે બુધવારે ભારત સાથેના દ્વીપક્ષીયો સંબંધો કાપી નાખવા, ભારતના હાઈ કમિશનરને પાછા મોકલી દેવા, દ્વીપક્ષીય વેપાર સમાપ્ત કરવા સહિતના અનેક નિર્ણયોની જાહેરાત કરી છે. મોદી સરકારના નિર્ણયથી હચમચી ગયેલા પાકિસ્તાને ભારતના સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટને કાળો દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો છે.

ઇમરાને મંગલવારે કહ્યું હતું, ”મને લાગે છે કે ભારતમાં કાશ્મીરીઓને મિટાવવા માગે છે. તે કાશ્મીરમાં વંશીય રીતે મુસલમાનોનો સફાયો કરી શકે છે. સ્થિતિઓને જોઇને લાગે છે કે ફરી પુલવામાં જેવી ઘટના થશે. પછી તે મારા પર આરોપ લગાવશે કે વધુ એક એરસ્ટ્રાઇક કરીશું. આપણે ફરી પાછો તેનો જવાબ આપીશુ. પછી યુદ્ધ થશે. અમે લોહીના છેલ્લા ટીપા સુધી લડીશું.”

બેઠક પછી જાહેર કરેલા એક નિવેદન પ્રમાણે પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને નિર્દેશ આપ્યો છે કે ભારતીય નસ્લવાદી શાસન અને માનવઅધિકારોના ઉલ્લંઘનને બહાર લાવવા માટે બધા રાજનયિક ચેનલોને સક્રિય કરવામાં આવશે. ડોનના મતે બેઠકમાં નવી દિલ્હીમાંથી પાકિસ્તાનના રાજદૂતને પાછા બોલાવવા અને ભારતીય દૂતને નિષ્કાસિત કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.

ધૂંધવાયેલા પાકિસ્તાને લીધેલા નિર્ણય…

  • ભારત સાથેના રાજદ્વારી સંબંધોના દરજ્જાને ઘટાડ્યો.
  • ભારત સાથેના દ્વીપક્ષીય સંબંધોની પુનઃસમીક્ષા કરવાનો નિર્ણય લીધો.
  • પોતાનાં તમામ કૂટનૈતિક માધ્યમોને ભારતના ક્રૂર અને જમ્મુ-કાશ્મીરમાં માનવાધિકારના ઉલ્લંઘનના મુદ્દાને દુનિયાભરમાં ઉઠાવવા જણાવ્યું.
  • જમ્મુ-કાશ્મીરના મુદ્દાને સંયુક્ત રાષ્ટ્ર અને યુએનની સુરક્ષા પરિષદમાં ઉઠાવવાનો નિર્ણય લીધો.
  • ભારતના સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટને ‘કાળા દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત.
  • સેનાને પણ એલર્ટ રહેવા સુચના આપી.
  • પોતાનો 14 ઓગસ્ટનો સ્વતંત્રતા દિવસ કાશ્મીરના લોકોના નામે સમર્પિત કર્યો.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી