પાકિસ્તાનને વધુ એક ઝાટકો, ઇન્ટરનેશનલ કોર્ટમાં કેસ હારી જતા કરોડો ચુકવવા પડશે

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની મુશ્કેલી વધતી દેખાઈ રહી છે. નાણાભીડનો સામનો કરી રહેલા પાકિસ્તાનના ખજાના પર વધારે બોઝ પડવાનો છે. હકીકતમાં પાકિસ્તાન ઇન્ટરનેશનલ કોર્ટમાં એક મોટો કેસ હારી ગયું છે. જે અંતર્ગત તેણે 40 હજાર કરોડ રૂપિયા ચુકવવા પડશે.

વર્લ્ડ બેંક સાથે જોડાયેલી કોર્ટ- ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સેટલમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ડિસ્પ્યૂટ્સે (ICSID) બલૂચિસ્તાનમાં રેકો ડિક (Reko Doq) ખાણ સોદાને રદ કરવા પર પાકિસ્તાન પર પાંચ અબજ 97 કરોડ ડોલર (આશરે 40 હજાર કરોડ રૂપિયા)નો દંડ ફટકાર્યો છે.

તમને જણાવી દઈએ કે જુલાઈ મહિનાની શરૂઆતમાં IMF (આંતરરાષ્ટ્રીય મોનિટરી ફંડ)એ પાકિસ્તાનને નાણાભીડમાંથી બહાર નીકળવા માટે છ અબજ ડોલરના બેલઆઉટ પેકેજનો શરતી સ્વીકાર કર્યો હતો. જોકે, હવે કેસ હારી જવાથી પાકિસ્તાને મોટી રકમ ચુકવવી પડશે.

દુનિયાભરના અર્થશાસ્ત્રીઓ સતત કહી રહ્યા છે કે પાકિસ્તાન આ સમયે મોટા આર્થિક સંકટમાં ફસાયું છે. જો કોઈ ઠોસ પગલાં નહીં ભરવામાં આવે તો તેને બરબાદ થતાં કોઈ નહીં રોકી શકે.

 61 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી