પાકિસ્તાને ફરી બે બોટ સાથે 18 માછીમારનું અપહરણ કર્યુ

ભારતીય જળસીમામાં પાકિસ્તાન મરીન સિક્યુરીટીની નાપાક હરકત : 2 પોરબંદર અને 1 ઓખાની બોટ સહિત 18 માછીમારનું અપહરણ કર્યું

કોરોનાની મહામારી વચ્ચે પાકિસ્તાનની ફરી એકવાર નાપાક હરકત સામે આવી છે. ભારતીય જળસીમામાં પાકિસ્તાન મરીન સિક્યુરીટીએ 2 પોરબંદર અને 1 ઓખાની બોટ સહિત 18 માછીમારનું અપહરણ કર્યું છે.

પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સી દ્વારા છેલ્લા ત્રણ મહિનામાં અપહરણની આ બીજી ઘટના સામે આવી છે. ભારતીય જળ સીમાં નજીક બે બોટો સહિત 18 માછીમારોના અપહરણ કરી જવામાં આવ્યા છે. ભારત અને પાકિસ્તાનની જ સીમા નજીક હોવાને કારણે માછીમારોના પકડા પકડીનો ખેલ વર્ષોથી ચાલ્યો આવે છે. પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સી દ્વારા સમાયાંતરે ભારતીય બોટ અને માછીમારોમા અપહરણ કરી જવામાં આવે છે.

ત્રણ મહિના પહેલા પાકિસ્તાને ભારતીય જળસીમામાં ઘૂસી બંદૂકના નાળચે પોરબંદરની 6 અને વેરાવળની 2 બોટ સહિત 45 માછીમારનું અપહરણ કર્યું હતું. પાકિસ્તાન મરીન સિક્યોરિટી દ્વારા સૌરાષ્ટ્રની 8 બોટ સાથે 45 માછીમારનું અપહરણ કરવામાં આવ્યું છે. તમામ માછીમારોને પાકિસ્તાનના કરાચીમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારે ફરી એકવાર પાકિસ્તાને માછીમારોનું અપહરણ કરતા પરિવારજનોમાં ચિંતા પ્રસરી કરી ગઇ હતી. તો બીજી તરફ પરિવારજનોએ સરકારને તમામ માછીમારોને પરત લાવવા માગણી કરી છે.

પોરબંદરની બે અને ઓખાની એક બોટ હતી. બંને બોટમાં થઈને કુલ 18 માછીમારો હતો. તેઓ રાબેતા મુજબ જ દરિયો ખેડવા નીકળ્યા હતા અને પાકિસ્તાન મરીન સિક્યોરિટીએ તેમને ચેતવણી આપવાના બદલે તેમનું અપહરણ કર્યુ છે.

આ માછીમારો કંઈ ગુનેગાર ન હતાં. તેઓ તેમની આજીવિકા અર્થે નીકળ્યા હતા. તેઓ ભારતની સીમામાં જ હતા તો પણ પાકિસ્તાન મરીન સિક્યોરિટીએ બંને બોટ ઉંધીવાળી દઈને માછીમારોનું અપહરણ કર્યુ હતું.

 45 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર