આર્ટિકલ 370 પર રઘવાયું થયું પાકિસ્તાન, ઈમરાન ખાનના મંત્રીની ભારતને લુખી ધમકી

જમ્મુ કાશ્મીરમાંથી મોદી સરકારે કલમ 370 રદ્દ કરી. જેને લઈને સમગ્ર દેશમાં લોકો ઉજવણી કરી રહ્યા છે. ભારતની આ કાર્યવાહીથી પાકિસ્તાનમાં ઈમરાન ખાનના મંત્રી ફવાદ ચૌધરીએ ભારતને ધમકી આપી છે. પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે ભારત કાશ્મીરને પેલેસ્ટાઇન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ભારત કાશ્મીરની વસ્તીને બદલવા માંગે છે.

પાકિસ્તાનની સરકારના મંત્રી અને ઇમરાન ખાનની નજીકના ફવાદ ચૌધરીએ કહ્યું હતું કે સાંસદો નકામા વિષયમાં અંદરો અંદર લડવાના બદલે ભારતને જડબાતોડ જવાબ આપવો પડશે. આપણે યુદ્ધ માટે તૈયાર રહેવાની જરુર છે.

ફવાદ ચૌધરીએ તો ત્યાં સુધી કહ્યુ હતુ કે, સંસદમાં ફાલતુ મુદ્દાઓ પર ચર્ચા કરવાની જગ્યાએ ભારતને હવે લોહી, આંસુ અને પરસેવાથી જવાબ આપવાનો સમય આવી ગયો છે.પાકિસ્તાને યુધ્ધ માટે તૈયાર રહેવુ પડશે.

તેમણે કહ્યુ હતુકે, ભારત કાશ્મીરનાં નિર્દોષ લોકો પર અત્યાચાર અને બર્બરતા કરી રહ્યુ છે. પાકિસ્તાનમાં સંસદની કાર્યવાહીમાં પડ્યા વગર ભારતને જવાબ આપવો જોઈએ. આપણે યુદ્ધ માટે તૈયાર રહેવુ જોઈએ. મહત્વપૂર્ણ છે કે, જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવામાં આવતા પાકિસ્તાનની ઈમરાન ખાનની સરકાર ઈમરજન્સી બેઠક બોલાવી રહી છે.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી