September 23, 2020
September 23, 2020

ઇમરાનના મંત્રીએ પરમાણુ બોમ્બની આપી ધમકી, મુસલમાનોને નહીં થાય નુકસાન : Video

મુસલમાનોને કોઈ નુકસાન ન થાય તેવા એટમ બોમ્બથી હુમલો કરીશું : શેખ રાશીદ

હંમેશા પોતાના વિવાદિત નિવેદનને લઇ ચર્ચામાં રહેતા ઇમરાનના મંત્રી શેખ રાશીદે એટમ બોમ્બથી ભારત પર હુમલો કરવાની ધમકી આપી છે. પાકિસ્તાનના રેલ મંત્રી શેખ રાશીદે કહ્યું છે કે પાકિસ્તાન પાસે અણુ બોમ્બ છે જેની આસામ સુધી ટાર્ગેટ કરશે. એટલું જ નહીં, શેખ રશીદનું કહેવું છે કે આ પરમાણુ હુમલામાં મુસ્લિમોને કોઈ નુકસાન થશે નહીં.

શેખ રશીદે કહ્યું કે જો ભારત અને પાકિસ્તાનમાં યુદ્ધ થશે તો તે લોહિયાળ અને અંતિમ યુદ્ધ હશે. આ પ્રથમ વખત નહીં જો ભારત વિરુદ્ધ ધમકી આપી હોય.. પહેલા પણ અનેક વખત ભારત વિરુધ્ધ ધમકી આપી ચૂક્યા છે.

રાશીદે ગયા વર્ષે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા પછી પણ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે, અમે ભારત પર 100-150 ગ્રામના એટમ બોમ્બ નાખીશું.

શેખ રશીદે અગાઉ પણ કહ્યું હતું કે હવે એવા યુદ્ધ નહીં થાય જે ચાર પાંચ દિવસ સુધી ચાલે, હવે સીધો પરમાણુ યુદ્ધ થશે. શેખ રશીદે કહ્યું, સાંભળી લે ભારત પાકિસ્તાન પાસે નાના નાના પરમાણુ બોમ્બ પણ છે, જે કોઈ પણ ઇલાકાને ટાર્ગેટ બનાવી શકશે.

બીજી તરફ સોશિયલ મીડિયામાં તેમના વિવાદિત નિવેદન લઇ ટ્રોલ થયા છે. લોકો રમુજી સાથે વિવિધ કોમેન્ટો પણ કરી રહ્યા છે.

 71 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર