પાકિસ્તાને ભારતને આપી મોટી ઓફર, જાધવને મળશે કાઉન્સેલર એક્સેસ

કુલભૂષણ જાધવ મામલે ઈન્ટરનેશનલ કોર્ટમાં મળેલી જીત બાદ ભારતને વધુ એક સફળતા મળી છે. પાકિસ્તાને આખરે ભારતીય મૂળના નાગરિક કૂલભૂષણને રાજકીય મદદ પુરી પાડવા તૈયાર થઈ ગયું છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલ પ્રમાણે, આવતી કાલે શુક્રવારે પાકિસ્તાન કુલભૂષણને આ મદદ પુરી પાડશે.

આ અંગે પાકિસ્તાનનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તાએ જાધને શુક્રવારે કાઉન્સેલર એક્સેસ આપવાનો પ્રસ્તાવ મુક્યો છે. તેમણે કહ્યું કે, આ અંગે ભારતને માહિતી અપાઇ ચુકી છે અને જવાબની રાહ જોવાઇ રહી છે.

અત્યાર સુધી પાકિસ્તાનની જેલમાં બંધ કુલભૂષણને રાજકીય મદદ પુરી પાડવાનો સ્પષ્ટ ઈનકાર કરતું હતું. પરંતુ સમગ્ર મામલો ઈન્ટરનેશન કોર્ટ ઓફ જસ્ટિસમાં પહોંચ્યો હતો. જ્યાં કોર્ટે પાકિસ્તાનને જાધવને ફાંસીની સજા પર ફરી એકવાર અસરકારક રીતે વિચાર કરવા અને તેને રાજકીય પહોંચ આપવા આદેશ કર્યો હતો.

આઇસીજે મુદ્દે પાકિસ્તાનની તમામ વાંધાઓને કોર્ટે ફગાવી દીધા જેમાં આ મુદ્દે સાંભળવાની તેની ગ્રાહ્યતાની વિરુદ્ધ અપાયેલી દલિલોનો પણ સમાવેશ થાય છે. સાથે જ કોર્ટે પાકિસ્તાનનાં તે તર્કને પણ ફગાવી દીધો તો જેમાં કહેવાયું હતું કે ભારતે જાધવની નાગરિકતા અંગે સાચી માહિતી આપી નથી.

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી