અમેરિકામાં ઇમરાન ખાનનું ‘આંતરરાષ્ટ્રીય અપમાન’, મેટ્રોમાં બેસી પહોંચ્યા હોટલ

ઈમરાન ખાન વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર અમેરિકાના પ્રવાસે છે. અમેરિકા પહોંચ્યા ત્યારે ઈમરાન ખાનના સ્વાગત માટે કોઈ મોટા સ્ટેટ ઓફિસર હાજર રહ્યાં નહતાં. જેના કારણે ટ્વીટર પર વિરોધીઓ ખુબ ટ્રોલ કરી રહ્યાં છે. જો કે અમેરિકા માટે ઈમરાન ખાને કતાર એરવેઝની સામાન્ય કમર્શિયલ ફ્લાઈટ લીધી અને તેઓ 3 દિવસના આ પ્રવાસમાં અમેરિકામાં પાકિસ્તાનના રાજનયિક આવાસ પર જ રોકાશે.

ઈમરાન ખાન મેટ્રોમાં બેસીને હોટલ જવું પડ્યું હતું. ઈમરાનને રિસીવ કરવા માટે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી અમેરિકામાં વસતા કેટલાક પાકિસ્તાનીઓ સાથે એરપોર્ટ પહોંચ્યા હતા. ઈમરાન ખાનનો અમેરિકા પહોંચવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેના પર અનેક યૂઝર્સે કમેન્ટ્સ કરી. કેટલાક તેને વડાપ્રધાન સાથે ખરાબ વર્તન ગણાવ્યું તો કેટલાકે તેના પર વર્લ્ડ કપ હારનો બદલો કહી કટાક્ષ કર્યો.

ઈમરાન ખાન સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે. એવી શક્યતા છે કે આ દરમિયાન ટ્રમ્પ તેમની પર આતંકવાદની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનું દબાણ કરશે. આ પ્રવાસ દરમિયાન ઈમરાન ખાન આઈએમએફના કાર્યવાહક પ્રમુખ ડેવિડ લિપ્ટન અને વર્લ્ડ બેંકના અધ્યક્ષ ડેવિડ મલપાસ સાથે પણ મુલાકાત કરશે. મંગળવારે તેઓ યૂએસ-ઇન્સ્ટીટ્યૂટ ઓફ પીસ થિંક-ટેંકના કાર્યક્રમમાં સામેલ થશે. આ ઉપરાંત તેઓ એક કાર્યક્રમમાં પાકિસ્તાની અમેરિકોને પણ સંબોધિત કરશે.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી