પાકિસ્તાનના સત્તાધીશોએ એવી શક્યતા વ્યક્ત કરી છે તે કરાચીની નજીક આવેલી સનમિયાની ટેસ્ટ રેન્જ પર મિસાઈલનું પરિક્ષણ કરવામાં આવશે. આ નોટિસ અનુસાર 28 અને 31 ઓગસ્ટના રોજ યુનિવર્સલ ટાઈમ 4.40 થી 9.00 કલાક દરમિયાન લશ્કરી કવાયત કરવામાં આવશે.
મોદી સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરી દેવાયા પછી પાકિસ્તાન તમામ પ્રકારના હવાતિયાં મારી ચૂક્યું છે અને તેને તમામ મોરચે નિષ્ફળતા સાંપડી છે.જમ્મુ-કાશ્મીરમાંથી ભારત સરકાર દ્વારા કલમ 370 નાબૂદ કરાયા પછી જાણે કે પાકિસ્તાનને યુદ્ધનો ઉન્માદ ચડ્યો છે. તેના વડાપ્રધાન સહિત અનેક નેતાઓ એક પછી એક ભારત સાથે યુદ્ધ તો વળી કેટલાક પરમાણુ યુદ્ધ સુધીની ધમકી આપી રહ્યા છે.
હવે પાકિસ્તાને મિસાઈલ ટેસ્ટ કરવાની તૈયારીઓ શરૂ કરી છે. આ માટે બુધવારે તેણે NOTAM (એરમેનને નોટીસ) અને નૌકાદળને ચેતવણી જાહેર કરી છે.
30 , 1