ભારત સાથેના વેપાર સબંધો તોડી પાકિસ્તાને પોતાના જ પગ પર કુહાડો માર્યો !

જમ્મુ કાશ્મીરમાં 370 ની કલમ ભારત સરકાર દ્વારા હટાવ્યા બાદ પાકિસ્તાન ના પેટ માં તેલ રેડાયું છે.જેના બાદ હવે પાકિસ્તાને ભારત સાથે તમામ રાજદ્વારી સંબંધો તોડી નાખ્યા. તેમજ ભારત સાથે દ્વિપક્ષીય વેપાર પર પ્રતિબંધ મૂકી દીધો. આમ, પાકિસ્તાને ભારત સાથેના તમામ વ્યાપારિક સંબંધોને તોડી નાખ્યા છે. ત્યારે હવે આર્થિક રીતે ખરાબ સ્થિતિમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાન માટે મુશ્કેલીઓ વધશે.

પાકિસ્તાન ટેક્સટાઈલ પ્રોસેસિંગ મિલ્સ એસોસિએશનના પૂર્વ ચેમરેન સલીમ પારેખે કહ્યુ હતુ કે, ભારતનો સામાન કોરિયા અને ચીનની પ્રોડક્ટસ કરતા 30 થી 35 ટકા સસ્તો હોય છે. ઉપરાંત તેને પાકિસ્તાનમાં આવતા પણ બહુ ઓછો સમય લાગે છે. ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ ઓછો લાગે છે. જોકે, એ પછી પણ પાકિસ્તાની ઈન્ડસ્ટ્રીનુ કહેવુ છે કે, મુશ્કેલી છે પણ દેશે જે નિર્ણય કર્યો છે તેની સાથે છે.

હોઝીયરી મેન્યુફેક્ચરર્સ એન્ડ એક્સપોર્ટ એસોસિએશનના ચેરમેન જાવેદ બિલવાનીએ કહ્યુ હતુ કે, ટેક્સટાઈલ સેક્ટર ભારતના કેમિકલ્સ અને ડાઈ પર આધારીત છે. ભારત સાથે ભલે વેપાર પર પ્રતિબંધ મુકાયો પણ હવે ભારતીય પ્રોડક્ટસ વાયા દુબઈ થઈને પાકિસ્તાન પહોંચશે.

તો બીજી તરફ ઉદ્યોગપતિઓ અને ત્યાંના સામાન્ય લોકોનું કહેવું છે કે ભારતમાંથી આયાત થતી ખાદ્ય ચીજોના સ્ટોપજને કારણે આ વખતે ઈદ મુશ્કેલ બનશે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ”વધતી ફુગાવાને કારણે અમે રોજિંદા રસોડાની વસ્તુઓના ભાવથી પરેશાન છે. આવકમાં કોઈ વધારો થયો નથી, પરંતુ દૂધ, શાકભાજી, માંસમાંથી બધુ જ મોંઘું થઈ ગયું છે. અને હવે ભારત સાથેના વ્યાપારિક સંબંધોને તોડવાના નિર્ણયની શું અસર થશે તે જાણી શકાયું નથી”

આપણે જણાવી દઇએ, પાકિસ્તાન ભારતમાંથી કાર્બનિક રસાયણો, કપાસ, પ્લાસ્ટિકના ઉત્પાદનો, અનાજ, ખાંડ, કોફી, ચા, લોખંડ અને સ્ટીલનો માલ, દવા અને તાંબુ વગેરે આયાત કરે છે.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી