ઈન્ટરનેશનલ કોર્ટના દબાણ સામે ઝુક્યું પાકિસ્તાન..

કુલભૂષણ જાધવને મોટી રાહત

પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને મોટી રાહત મળી છે. પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય અદાલતના નિર્ણય અનુસાર કુલભૂષણ જાધવને અપીલ કરવાનો અધિકાર આપવા માટે સંસદના સંયુક્ત સત્રમાં એક બિલ પસાર કર્યું છે.

પાકિસ્તાને દાવો કર્યો હતો કે જાધવને 2016માં બલુચિસ્તાનમાંથી પકડ્યો હતો. તેને સૈન્ય કોર્ટે એ જ વર્ષે મોતની સજા સંભળાવી દીધી હતી. જ્યારે પૂર્વ સૈનિક રહેલા કુલભૂષણનું ઇરાનના ચાબહાર પોર્ટથી અપહરણ કરવામાં ઓવ્યો હોવાનો ભારતનો આરોપ છે.ભારતનો દાવે છે કે કુલભૂષમ ઇરાનમાં પોતાનો બિઝનેસ ચલાવી રહ્યા હતા.

આ મામલો આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જતાં 2018માં પાક. સૈન્ય કોર્ટના મોતની સજા પર સ્ટે મૂકી દેવાયો હતો. હવે પાકિસ્તાની સંસદના નીચલુ ગૃહ નેશનલ એસેમ્બલીએ ગઇકાલે ગુરુવારે આ અંગે 21 સભ્યોની સમિતિ બનાવવાની મંજૂરી આપી દીધી. તેનું નામ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ એક્ટ રાખવમાં આવ્યું છે. જે કાયદો બન્યા બાદ સમગ્ર પાકિસ્તાનમાં લાગુ થશે. આ પહેલાં પાક. સરકાર આંતરરાષ્ટ્રીય કોર્ટના ચુકાદા મુજબ એક વટહુકમ પણ બહાર પાડી ચૂકી છે.

 26 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી