પાકની ફરી નાપાક હરકત, પુંછમાં સીઝ ફાયરનું કર્યું ઉલ્લંઘન

પાકિસ્તાને ફરી એકવાર પોતાની નાપાક હરકતને અંજામ આપ્યો છે. જમ્મુ કાશ્મીરના પુંછમાં સીઝ ફાયરનું ઉલ્લંઘન પાક. સેનાએ ભારતીય ચોકીને નિશાન બનાવી હતી. જો કે ભારતીય સેના પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાન સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યુ છે. તો બીજી તરફ સેનાને સરહદ પર એલર્ટ કરવામાં આવી છે.

આ પહેલા શનિવારે પુંછ જિલ્લામાં એલઓસી પરના ઘણા વિસ્તારોમાં પાકિસ્તાની સેનાએ ભારે ગોળીબાર અને મોર્ટારમારો કર્યો હતો. જે બાદ ભારતીય જવાનોએ પણ આક્રમક રીતે પાકિસ્તાનને જવાબ આપ્યો હતો.

પાકિસ્તાને શનિવાર રાત્રે માનકોટ અને ક્રિષ્ણાઘાટીમાં સતત ગોળીબાર કર્યો હતો. જેમાં એક ભારતીય નાગરીકને ઇજા પહોંચી હતી. ભારે ગોળીબાર અને મોર્ટારમારા બાદ સમગ્ર વિસ્તારમાં દહેશત મચી ગઇ છે.

 43 ,  3