બાલાકોટમાં કરવામાં આવેલી એરસ્ટ્રાઇક બાદ પણ પાકિસ્તાન વારંવાર સિઝફાયરનું ઉલ્લંઘન કરતુ જોવા મળે છે. આજે પણ પાકિસ્તાને પૂંછ વિસ્તારમાં સિઝફાયરનું ઉલ્લંઘન કરી LoC પર હાજર ટ્રેડ સેન્ટર્સ પર શેલ્સ છોડ્યા હતા.
ચક્કાદા બાગમાં મોજૂદ આ સેન્ટરમાં પાકિસ્તાન તરફથી બે શેલ ફેંકવામાં આવ્યા હતા. પાકિસ્તાનના ફાયરિંગમાં સ્થાનિક નાગરિકોને પણ ઘણું નુકસાન થયું છે.
પાકિસ્તાની સેનાની આ હરકતનો ભારતીય આર્મીએ જડબાતોડ જવાબ આપ્યો હતો. પાકિસ્તાન તરફથી થઈ રહેલા ફાયરિંગના કારણે ભારત-પાકિસ્તાનની વચ્ચે વેપાર બંધ થઇ ગયો છે. આ અગાઉ પણ પુલવામા આતંકી હુમલા બાદ બંને દેશો વચ્ચે વેપાર અટકાવી દેવામાં આવ્યો હતો.
125 , 3