September 26, 2022
September 26, 2022

WC-2019: બાંગ્લાદેશે 8 રન બનાવતા જ પાકિસ્તાન સેમિ.માંથી બહાર

વિશ્વ કપ 2019મા પાકિસ્તાનની સફર સમાપ્ત થઈ ગઈ છે. સેમિફાઇનલમાં આ ટીમે બાંગ્લાદેશ વિરુદ્ધ પ્રથમ બેટિંગ કરતા 350 રન બનાવવાના હતા, પરંતુ પાકિસ્તાનની ટીમ આમ કરવામાં નિષ્ફળ રહી હતી. તેણે બાંગ્લાદેશ સામે 50 ઓવરમાં 9 વિકેટે 315 રન બનાવ્યા હતા. આમ પાકિસ્તાનને સેમિ ફાઇનલમાં પહોંચવા માટે બાંગ્લાદેશને 7 રનમાં ઓલઆઉટ કરવું જરુરી હતું. બાંગ્લાદેશે 8 રન બનાવતા જ પાકિસ્તાન સેમિ ફાઇનલની રેસમાંથી બહાર થઈ ગયું છે.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની શરુઆત ખરાબ રહી હતી. ફખર ઝમાન 13 રને આઉટ થયો હતો. ઇમામ અને બાબર આઝમે બીજી વિકેટ માટે 157 રનની ભાગીદારી નોંધાવી બાજી સંભાળી હતી. બાબર 98 બોલમાં 11 ફોર સાથે 96 રન બનાવી સૈફુદ્દીનનો શિકાર બન્યો હતો. ઇમામ 100 બોલમાં 7 ફોર સાથે 100 રન બનાવી હિટ વિકેટ થયો હતો.

આ વિશ્વકપમાં પાકિસ્તાનની સફર ખાસ રહી નથી. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં પાકિસ્તાને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 7 વિકેટે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ પાકિસ્તાને વાપસી કરતા યજમાન ઈંગ્લેન્ડને 14 રને પરાજય આપ્યો હતો. તેની ત્રીજી મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગઈ હતી.

ચોથી લીગ મેચમાં પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા સામે 41 રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ભારતે તેને 89 રને પરાજય આપ્યો હતો. છઠ્ઠી મેચમાં પાકિસ્તાને આફ્રિકાને 49 રને પરાજય આપ્યો હતો. સાતમી મેચમાં પાકિસ્તાનને ફરી જીત મળી અને તેણે ન્યૂઝીલેન્ડને 6 વિકેટે પરાજય આપ્યો હતો. તો આઠમી મેચમાં અફઘાનિસ્તાનને 3 વિકેટથી હાર આપી હતી.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી