જમ્મુ -કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 નાબૂદ કરવાના ભારત સરકારના નિર્ણયથી નાખુશ પાકિસ્તાને UNને લખેલા પત્ર અંગે ભારતીય વિદેશ મંત્રાલયે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે,પાકિસ્તાનના પત્રની કિંમત એ કાગળ જેટલી પણ નથી જેના પર તેને લખવામાં આવ્યો છે. અમે તેના પત્રને કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવા લાયક સમજતા નથી.
જ્યારે જ્યારે અમે પાકિસ્તાનની અવગણના કરીએ ત્યારે ત્યારે તે પોતાની નીતિ પ્રમાણે આતંકવાદનો ઉપયોગ કરવાનું ચુકતું નથી. અમને જાણ થઈ છે પાકિસ્તાન તેના આતંકીઓને ભારતમાં ઘુસાડવાના પ્રયાસો કરી રહ્યું છે. અમે પાકિસ્તાનને આ આતંકી સંગઠનો વિરોધી કડક કાર્યવાહી કરવાની માગ કરીએ છીએ.તેમણે કહ્યું કે, પાકિસ્તાન આતંકવાદને એક સ્ટેટ પોલિસી તરીકે ઉપયોગ કરે છે. અમે તેને પોતાની ચિંતાઓથી અવગત કરાવે છે.
પાકિસ્તાન આતંકવાદીઓની ઘુસણખોરી કરાવવાનાં પ્રયાસો કરી રહ્યા છે. અમે ઇચ્છીએ છી કે પાકિસ્તાન ત્યાં જે પણ આતંકવાદી સંગઠન છે તેમના પર પ્રભાવી કાર્યવાહી કરે. એવી કાર્યવાહી કરો કે તેઓ ફરી ક્રોસબોર્ડર ટેરેરિઝમ ફેલાવવાનો પ્રયાસ ન કરે.
43 , 1