પાકિસ્તાન ક્યારેય નાપાક હરકતો કરવાનું છોડશે નહી. મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાની લેખક ખલીલ-ઉર-રહેમાન કમરે વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન પર એક કૉમેડી ફિલ્મ બનાવવાની ઘોષણા કરી છે. આ ફિલ્મનું નામ અભિનંદન કમ ઑન હશે.
એક પાકિસ્તાની વેબસાઇટ અનુસાર ભારતમાં બાલાકોટ એર સ્ટ્રાઇક પર ફિલ્મ બનાવવાની ઘોષણા કરવામાં આવી છે. વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની બહાદુરીની ગાથા આ ફિલ્મનો મુખ્ય હિસ્સો હશે. તેના પર આધારિત વિષય પર પાકિસ્તાનમાં કૉમેડી ફિલ્મ બનાવવાની ઘોષણા કરવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર આ ફિલ્મમાં અભિનંદનની ભુમિકા પાકિસ્તાની એક્ટર શમૂન અબ્બાસી નિભાવસે. આ વર્ષે ફેબ્રુઆરીમાં પાકિસ્તાની સેના દ્વારા અભિનંદનની ધરપકડ કરવામાં આવી હતી. તે બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને તેને ભારતને પરત સોંપ્યા હતા.
આ ખબરની પુષ્ટિ કરતાં શમૂન અબ્બાસીએ કહ્યું કે જો આવનાર છે તે તેના પ્રશંસકો અને પાકિસ્તાની દર્શકો માટે એક આશ્વર્ય હશે. ખલીલ ઉર રહેમાન કમર દ્વારા લેખિત, અભિનંદન કમ ઑનનુ શુટિંગ સપ્ટેમ્બરમાં શરૂ થઇ શકે છે. આ ફિલ્મ 27 ફેબ્રુઆરી 2020ના રોજ રિલિઝ થશે. આ તે તારીખ છે જ્યારે પાકિસ્તાને અભિનંદનને પકડ્યો હતો.
36 , 1