ભારતીય સીમામાં દેખાયું પાકિસ્તાની ડ્રોન, સર્ચ ઓપરેશન શરૂ…

પંજાબમાં બોર્ડરથી જોડાયેલા ફિરોઝપુર હુસેનીવાલા ચેકપોસ્ટ પર સોમવારે રાત્રે પાકિસ્તાનનું ડ્રોન દેખાયું હતું. BSFના સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાની ડ્રોન પાંચ વખત બોર્ડર પર દેખાયું હતું. એક વખત તે ભારતની સીમાની અંદર ઘુસતુ જોવા મળ્યું હતું. BSFના અધિકારીઓએ તાત્કાલિક આ માહિતી પંજાબ પોલીસને પહોંચાડી હતી.

સૂત્રો પ્રમાણે પાકિસ્તાન તરફથી આવતું આ ડ્રોન સોમવારે રાત્રે 10 વાગ્યાથી 10.45 વાગ્યા સુધી દેખાયુ હતું. ત્યારબાદ રાત્રે 12 વાગ્યાને 25 મિનિટ પર ફરી દેખાયુ હતું. મંગળવારે સવારે બીએસએફ, પંજાબ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે.

આશંકા છે કે આ ડ્રોન હુસૈનીવાલામાં BSFની કોલોનીઓની જાસૂસી કરવા આવ્યું હતું. જોકે એ વાતની પણ શંકા છે કે ડ્રોનની મદદથી પાકિસ્તાન હથિયારો અથવા નશાના પદાર્થોનો જથ્થો મોકલવા આ ડ્રોનનો ઉપયોગ કરતું હોય.

80 કિલો વિસ્ફોટક પંજાબ મોકલવામાં આવ્યા હતા
પંજાબ પોલીસ પ્રમુખ દિનકર ગુપ્તાએ 24 સપ્ટેમ્બરના જણાવ્યું કે પાકિસ્તાન તરફથી 9 થી 16 સપ્ટેમ્બર વચ્ચે 8 ચાઇનીઝ ડ્રોનની મદદથી 80 કિલો વિસ્ફોટક સામગ્રી પંજાબ અને જમ્મૂ-કાશ્મીર મોકલવામાં આવી હતી. પાકિસ્તાનના આતંકી સંગઠન પંજાબ અને જમ્મૂ કાશ્મીરમાં મોટા ધડાકાનું ષડયંત્ર બનાવી રહ્યા છે. તેના માટે પાકિસ્તાની સેના અને આઇએસઆઇ આતંકી સંગઠન ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સનું સમર્થન કરી રહી છે. 22 સપ્ટેમ્બરના પંજાબના તરનતારનથી આ સંગઠનના 4 સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. તેમાંથી એક આતંકવાદી આકાશદીપની માહિતીના આધારે ડ્રોન કબજામાં લેવામાં આવ્યું હતું.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી