અમદાવાદ : પાકિસ્તાની હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા

કલેકટરે વધુ 50 પાકિસ્તાની હિન્દુઓને નાગરિકતા પત્ર એનાયત કર્યા

ભારતની નાગરિકતા માટે વર્ષોથી રાહ જોઈને બેઠેલા વધુ 50 પાકિસ્તાની હિન્દુ નાગરિકોને અમદાવાદ કલેક્ટર દ્વારા ભારતીય નાગરિકતા પ્રમાણ પત્ર એનાયત કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, અમદાવાદ કલેક્ટર કાર્યાલયે 2017થી અત્યાર સુધી અંદાજે 868 લોકોને ભારતની નાગરિકતા આપવાનું કામ કર્યું છે.

અમદાવાદના કલેક્ટર સંદીપ સાંગલેએ જણાવ્યું કે, ભારતની નાગરિકતા માટે આ લોકો વર્ષોથી રાહ જોઈ રહ્યાં હતાં. જ્યારે તેઓને અહીંની નાગરિકતાનું પ્રમાણપત્ર મળ્યું તો તેઓને જોઈને એવું લાગ્યું કે જાણે તેમને નવું જીવન સોંપી દેવાયું હોય.

નોંધનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રાલય તરફથી ડિસેમ્બર 2016માં એક પરિપત્ર પણ રજૂ કરાયો હતો, જે અંતર્ગત કેટલા જિલ્લાઓના કલેક્ટરને સ્થાનીય સ્તર પર દેશની નાગરિકતા પ્રમાણપત્ર આપવાનો અધિકાર સોંપવામાં આવ્યો હતો. જેને કારણે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં અંદાજે 1 હજાર લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે.
જેમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફધાનિસ્તાનના લઘુમતી સમુદાયની મહિલા અને પુરુષો સામેલ છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની ખાનગી એજન્સી, રાજ્ય પોલીસ તપાસ બાદ નો વાંધા પ્રમાણપત્ર મળ્યા પછી જ આ પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે, અંદાજે 7 વર્ષ સુધી દેશમાં એક સ્થાન પર રહેનારા વિદેશી નાગરિક, ધાર્મિક લઘુમતી અને સંવૈધાનિક પ્રક્રિયાઓનું પાલન કરનારાઓને આનું પાત્ર માનવામાં આવે છે.

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી