પાકની નાપાક હરકત કેમેરામાં કેદ, ભારતમાં ઘૂસવાની ફિરાકમાં 300 આતંકીઓ! Video

પાકના નાપાક ઈરાદાને નિષ્ફળ કરવા માટે સેના સંપૂર્ણ તૈયાર

આંતકીઓને પનાહ આપી રહેલા પાકિસ્તાનની ફરી એકવાર નાપાક હરકત કેમેરામાં કેદ થઇ છે. LoC પર આતંકીઓને ધુસાડવાનો પ્રયાસ કરી રહ્યું છે પાકિસ્તાન. LoC પર અઢી સોથી ત્રણ સો આતંકી હાજર છે. પાકિસ્તાન કેરન સેક્ટરમાં હથિયાર મોકલી રહ્યું છે, પણ અમારી સેના તેના નાપાક ઈરાદાને નિષ્ફળ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

સેટેલાઈટના આ ફોટામાં સ્પષ્ટ પણ જોઈ શકાય છે કે, બોર્ડર ઉપર 250થી વધારે આતંકી લોંચપેડ ઉપર હાજર છે. પાકિસ્તાન ભારતમાં આતંકીઓની ઘુસણખોરી કરવાની સતત કોશીશ કરી રહ્યું છે. પરંતુ આપણી સેના તેને કામયાબ થવા દેતી નથી.

આ પ્રથમ વખત નથી આ પહેલા પણ પાકિસ્તાન અવાર નવાર આતંકીઓને ભારતમાં ઘુસાડવાનો પ્રયાસ કરી ચૂક્યું છે. જો કે સેનાના જવાનો તેના ઇરાદાને નામકામ કરી દે છે. ત્યારે ફરી એકવાર પાકિસ્તાન પોતાની નાપાક ઇરાદાને અંજામ આપી રહ્યા છે.

એક તરફ આંતકીઓને બોર્ડર પાર કરાવી રહ્યા છે તો બીજી તરફ ગોળીબાર કરી યુદ્ધ વિરામનો ભંગ પણ કરી રહ્યા છે. પાકિસ્તાને પૂંછના મનકોટ સેકટરમાં ગોળીબાર કર્યો હતો. જો કે સેનાના જવાનો પણ જડબાતોડ જવાબ આપી રહ્યા છે.

 57 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર