રાજસ્થાન : નશાની હાલતમાં ભારત બોર્ડરમાં ઘુસ્યો પાકિસ્તાની નાગરિક…

પાકિસ્તાની રેન્જર્સે યુવકને લેવાનો કરી દીધો ઇન્કાર

રાજસ્થાનની પાકિસ્તાન બોર્ડરથી જોડાયેલા શ્રીગંગાનગર જિલ્લાના રાવલા વિસ્તારમાં BSFએ ભારતીય બોર્ડરમાં ઘુસેલા એક પાકિસ્તાની ઘુસણખોરને પકડી લીધો છે.

અનૂપગઢ DSP જયદેવ સિહાગે જણાવ્યું કે, પાક. ઘુસણખોર જ્યારે ભારતમાં ઘુસ્યો ત્યારે BSFના જવાને તેમને લલકાર્યો. તેમ છતા તે ન અટક્યો અને આગળ વધતો રહ્યો. સૂત્રો અનુસાર, આ યુવક તે સમયે નશાની હાલતમાં હતો. ત્યારબાદ જવાનોએ તેને પકડ્યો અને પૂછપરછ કરી. કડક પૂછપરછ બાદ તેમણે પોતાના વિશે થોડી માહિતી આપી.

BSFએ આ ઘુસણખોરની પૂછપરછ કરી અને બાદમાં તેને રાવલા પોલીસને સુપરત કરી દેવાયો હતો. રાવલા પોલીસ સ્ટેશનમાં ઘુષણખોર વિરૂદ્ધ કેસ દાખલ કરાયો છે. હવે સુરક્ષા એજન્સી અને પોલીસ વધુ પૂછપરછમાં લાગી છે.

શ્રીગંગાનગર એસપી આનંદ શર્માએ જણાવ્યું કે, અલાદીન નામના આ ઘુસણખોર 30 વર્ષનો છે અને પાકિસ્તાનના બહાવલનગરનો રહેવાસી છે. જોકે પ્રાથમિક તપાસમાં તેની પાસેથી કંઇ શંકાસ્પદ ન મળ્યું. કદાચ તે રસ્તો ભટકીને ભારતીય બોર્ડરમાં પ્રવેશ કરી ગયો હોય. તે યુવકના મળ્યા બાદ BSFએ પરત પાકિસ્તાન મોકલવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ પાક રેન્જર્સે તેને લેવાનો ઇન્કાર કરી દીધો.

 23 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી