પાકિસ્તાનની બદમાશી, ભારત વિરોધીને કમિટીમાં આપ્યું સ્થાન

ભારત અને પાકિસ્તાન વચ્ચે કરતારપુર સાહિબ કોરીડોરનું કામકાજ ચાલી રહ્યું છે. કરતારપુર સાહિબ એ શીખ ધર્મના સ્થાપકનું પવિત્ર સ્થાન છે. ભારતે એવી વિનંતી કરી હતી કે ભારતના શીખો વગર વિઝાને સરળતાથી અને મોટી સંખ્યામાં કરતારપુર સાહિબના દર્શન કરે તે માટે બંને દેશો વચ્ચે એક કોરીડોર – રસ્તાનું નિર્માણ થાય. પાકિસ્તાને પણ તૈયારી બતાવી અને તેનું કામકાજ શરુ થયું.

પરંતુ પાકિસ્તાન દ્વારા કરતારપુર સાહિબ માટે નિમાયેલી એક કમિટીમાં ભારત વિરોધી અને ખાલીસ્તાન તરફી એક વ્યક્તિની નિમણુક કરી છે. દેખિતી રીતે આ પાકિસ્તાનની અવળચંડાઇ કહી શકાય. પાકિસ્તાને જાણી જોઇને ખાલીસ્તાન તરફી સ્થાન આપીને ભારતને હેરાન કરવાનું કામ કર્યું છે. જો કે ભારતે તે સામે ઉગ્ર વિરોધ નોંધાવીને કરતારપુર સાહિબની મંત્રણાઓ હાલપુરત મુલતવી રાખી છે.

 42 ,  3