પાકિસ્તાનની નાપાક હરકત, ગુજરાતની બોટ પર કર્યું ફાયરિંગ

દ્વારકાના દરિયામાં પાકિસ્તાને ‘જલપરી’ પર કર્યો ગોળીબાર, એક માછીમારનું મોત

પાકિસ્તાન પોતાની નાપાક હરકતથી બાઝ આવતુ નથી. અવારનવાર પાકિસ્તાન મરીન ભારતીય સીમામાં ઘૂસી આવે છે. ત્યારે પાકિસ્તાન મરીન દ્વારા ગુજરાતની બોટ પર ફાયરિંગ કરવામાં આવ્યુ છે. આ ફાયરિંગમાં એક માછીમારનું મોત નિપજ્યુ છે. 
 
ગુજરાતની અનેક બોટ સમુદ્રમાં રોજ માછીમારી કરવા જાય છે. ત્યારે માછીમારી કરતા સમયે અનેકવાર પાકિસ્તાની મરીન ગાર્ડસનો સામનો થતો હોય છે. સમુદ્રમાં માછીમારી કરવા ગયેલી ગુજરાતની બોટ પર પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. દ્વારકાની જલપરી નામની બોટ દરિયામાં માછીમારી કરવા ગઈ હતી. ત્યારે આ બોટ પર ફાયરિંગ પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. 

પાકિસ્તાની મરીન્સે હુમલો કર્યો ત્યારે બોટ ભારતીય સરહદની અંદર હોવાના અહેવાલ છે‎. 

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી