પાકના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફની મોતની સજા રદ….

પાકિસ્તાનની એક કોર્ટે પૂર્વ સૈનિક તાનાશાહ પરવેઝ મુશર્રફને મોટી રાહત આપી છે. કોર્ટે મુશર્રફની મોતની સજા રદ્દ કરતા તેની વિરુદ્ધ દેશદ્રોહના મામલાની સુનાવણી માટે રચાયેલી વિશેષ અદાલતને ગેરબંધારણીય ગણાવી છે. ઇસ્લામાબાદની વિશેષ કોર્ટે દેશદ્રોહના મામલામાં પાછલા વર્ષે 17 ડિસેમ્બરે 74 વર્ષીય મુશર્રફને મોતની સજા સંભળાવી હતી. દેશદ્રોહના આ મામલો પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝની સરકારે 2013માં નોંધાવ્યો હતો. છ વર્ષ ચાલેલી સુનાવણી બાદ નિર્ણય આવ્યો હતો.

લાહોર હાઈકોર્ટે સોમવારે ભૂતપુર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફની મોતની સજા માફ કરી છે. વિશેષ અદાલતે ઈમર્જન્સી લાગુ કરવાના કેસમાં 17 ડિસેમ્બરના રોજ મુશર્રફને મોતની સજા ફરમાવી હતી. છેલ્લા છ વર્ષથી તેમની સામેના દેશદ્રોહના હાઈ પ્રોફાઈલ કેસમાં સુનાવણી ચાલતી હતી.

આ કેસ વર્ષ 2013માં તે સમયના પાકિસ્તાન મુસ્લિમ લીગની નવાઝ સરકારે દાખલ કર્યો હતો. આ સાથે લાહોર હાઈકોર્ટે વિશેષ અદાલતના ચૂકાદાને ગેરબંધારણીય, અધિકારક્ષેત્રથી બહાર ગણાવ્યો હતો.

મહત્વનું છે કે, મુશર્રફ 1999માં નવાઝ શરીફને હટાવીને પાકિસ્તાનના સૈનિક શાસક બન્યા હતા. ઓગસ્ટ, 2008માં તેણે પદ છોડવું પડ્યું હતું અને તે દેશની બહાર ચાલ્યા ગયા હતા. 2013માં તે પાકિસ્તાન પરત આવ્યા હતા. પરંતુ તેના ત્રણ વર્ષ બાદ ફરી દુબઈ ગયા અને ત્યારથી ત્યાં રહે છે.

 6 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર