દેશના ગદ્દાર જવાન સજ્જાદને પાકિસ્તાને 4.75 લાખ ચુકવ્યા…

સજ્જાદ દોઢ વર્ષથી સેનાની વિગતો પાકિસ્તાનને મોકલતો

BSFની 74મી બટાલિયનમાં ફરજ બજાવતા દેશના ગદ્દાર સજ્જાદને જાસૂસી બદલ પાકિસ્તાને 4.75 લાખ રૂપિયા ચુક્વ્યા હોવાનો ચોંકાવનારો ખુસાલો થયો છે. જમ્મુ-કાશ્મીરનો જવાન કચ્છના ગાંધીધામ BSF બટાલિયનમાં તૈનાત હતો અને BSFની માહિતી મોબાઈલ દ્વારા પાડોશી દુશ્મન દેશને પહોંચાડતો હતો, જેના બદલામાં પૈસા મેળવતો હતો. ગુજરાત ATSએ BSFના સજ્જાદ મોહમંદ ઇમ્તીયાઝ નામના જવાનને ઝડપી પાડ્યો હતો.

આરોપી જવાન સજ્જાદ દોઢ વર્ષથી પાકિસ્તાનને ભારતની સેનાની મુવમેન્ટ, અધિકારીઓની વિગતો મોકલતો હતો. પાકિસ્તાન નાનામાં નાની માહિતી પહોંચાડવાના 30 હજાર રૂપિયા સજ્જાદને ચુકવતું હતું. ત્રિપુરામાં ફરજ બજાવતા સજ્જાદની બે મહિના પહેલા જ કચ્છ બદલી થઈ હતી. જો કે ગુજરાત ATSએ બાતમીના આધારે સજ્જાદને ઝડપી પાડ્યો હતો.

જણાવી દઈએ કે કચ્છમાં બોર્ડ સિક્યોરિટી ફોર્સમાં ફરજ બજાવતા સજ્જાદ મોહમંદ ઇમ્તીયાઝ જાસુસીકાંડમાં ઝડપાયો હતો. તેની વધુ પુછપરછ માટે ચુસ્ત સુરક્ષા વચ્ચે ભુજ કોર્ટમાં રજુ કરાયો હતો, જ્યાં કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. હાલમાં તેની પુછપરછમાં મોટા મોટા ખુલાસા થઇ રહ્યા છે. ત્યારે પાકિસ્તાન પાસેથી લાખો રૂપિયા તેને મળ્યા હોવાનું સામે આવ્યું છે.

ત્યારે અગાઉ પણ ગુજરાત ATSએ કરેલી BSF ના કોન્સ્ટેબલની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા. કોન્સ્ટેબલ સજ્જાદ પાકિસ્તાની સંસ્થા ISI ના ઓફિસરનો હેન્ડલર અને ઓફિસરનો સંબંધી હોવાનું બહાર આવ્યું હતું. BSF કોન્સ્ટેબલ સજ્જાદ ત્રિપુરામાં હતો ત્યારથી તેના પર શંકા હતી અને BSF ની ઇન્ટેલિજન્સ વિંગની નજરમાં હતો. પુછપરછને આધારે તે પાકિસ્તાનનો એજન્ટ હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી