‘વાયુ’ વાવાઝોડાના સંકટ વચ્ચે, અંબાજી નજીક 2.3ની તીવ્રતાનો ભૂંકપ

એક તરફ ગુજરાત પર વાયુ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં એક જ અઠવાડિયામાં બીજી વાર ભુકંપનો આચંકો અનુભવાયો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારોમાં 2.3 રિક્ટર સ્કેલનો ભૂકંપ આવ્યો હતો. પાલનપુરથી 32 કિલોમીટર દૂર અમિરગઢ તાલુકામાં હોવાનું માનવામાં આવે છે.

જોકે, વાવાઝોડું, આકરી ગરમી અને ભુકંપના આંચકાને પગલે કુદરતનો કહેર વર્તાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરાવલી સહિતના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, એક સપ્તાહ પહેલા અરવલ્લી,સાબરકાંઠા, અંબાજી, હિંમતનગર, ખેડબ્રહ્મા સહિત ઉત્તર ગુજરાતમાં ભુકંપનો આંચકો અનુભવાતા દોડધામ મચી જવા પામી હતી. તમામ વિસ્તારોમાં અંદાજે ૧૦ સેકન્ડ સુધી ભુકંપનો આંચકો અનુભવાયો હતો. તો હાલ ભુકંપની તિવ્રતા અંદાજે ચારની તિવ્રતાની આસપાસ હોવાનું કહેવામાં આવી રહ્યું હતું.

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી