પાલનપુરઃ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી

આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં પણ  જિલ્લાના આદિવાસી લોકો દ્વારા ભીલવાસની વાડી થી એક વિશાળ રેલી નીકાળવામાં આવી હતી જે પાલનપુર શહેરના વિવિધ માર્ગો ઉપર ફરી હતી. 

આ રેલીમાં જિલ્લાભરના આદિવાસી લોકો જોડાયા હતા. જેમાં આદિવાસી પુરુષો અને મહિલાઓએ પોતાના પરંપરાગત વસ્ત્રો ધારણ કરીને હાથમાં તીર કામઠા અને ભાલા લઈને નાચગાન કરતાં રેલી એ અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું. આ રેલીમાં આદિવાસી લોકોએ પોતાની સંસ્કૃતિની અને પરંપરાગત રિવાજોની લોકોને ઝાંખી કરાવી હતી.

પાલનપુર શહેરની ભીલ સમાજ વાડી થી નીકળેલી રેલી શહેરના વિવિધ માર્ગો ઉપર ફરી હતી અને શહેરના કોઝી વિસ્તારમાં આવીને આદિવાસી લોકોએ મહારાણા પ્રતાપની પ્રતિમાને ફુલહાર કર્યા હતા. આદિવાસી લોકોની રેલીએ આકર્ષણ જમાવતા લોકોએ પણ રેલીને ઠેર ઠેર આવકારી હતી.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી