પાલનપુર: વિરોધ પ્રદર્શન સાથે દૂધ મંડળીમાં તાળાબંધી…

અમીરગઢ તાલુકાના કાકવાડા ગામે છેલ્લા કેટલાક સમયથી મંત્રી તેમજ ચેરમેન પર ગેરવહીવટ તથા મંડળીમાં ચાલતી લાલીયાવાડીનાં કારણે ગ્રામ લોકો દ્વારા ગંભીર આક્ષેપો કરી મંત્રી તેમજ ચેરમેન સામે વિરોધ પ્રદર્શન કરી દૂધ મંડળીને તાળાબંધી કરી હતી.

અમીરગઢ તાલુકાના કાકવાડા ગામે ચાલતી દૂધ મંડળી માં મંત્રી તેમજ ચેરમેન સામે ગેર વહીવટના આક્ષેપો થયા છે. જેના કારણે ગામ લોકોએ મંત્રી તેમજ ચેરમેનની સામે વારંવાર ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હતી. જેમો ખાસ કરીને ઊચાપત તથા દૂધ ભરવાના વજન કાંટા માં ગેરરીતિ તેમજ ખોટા વાઉરો ઉધારી તેમજ મન ફાવે તેમ વ્યવહાર કરી ગ્રાહોકો સાથે ગેરવર્તણુક કરતા હોવાના અનેક પ્રકારના ગંભીર આક્ષેપો કરી દૂધ મંડળી ને ગામ લોકોએ તાળા બંધી કરી હતી.

આ બાબતે ગામ ના એક વ્યક્તિ ચેહરાભાઈ નાગજીભાઈ એ જણાવ્યું હતું કે આ મંત્રી અને ચેરમેન એક જ પરિવાર ના છે જેથી તેઓ દૂધ ગ્રાહકો સાથે મન ફાવે તેમ વ્યવહાર કરે છે અને કેટલાક લોકો દ્વારા મંત્રી સામે જો કાયદેસર કાર્યવાહી કરવા માટે કે પછી કોઈપણ પ્રકારની જો ખાતા કિયે તપાસ કરવાનું કહેવામાં આવે તો પોતાના મળતીયા દ્વારા અંગત લેવડ દેવડ કરીને મામલા ને દબાવી દેવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કાકવાડા ગામે છેલ્લા કેટલાક સમયથી દૂધ મંડળીમાં દૂધ ભરાવાનું બંધ છે જેના કારણે પશુ પાલન સાથે સંકળાયેલા લોકો ને અનેક પ્રકારની સમસ્યા વેઠવી પડે છે ત્યારે આ બાબતે યોગ્ય તપાસ કરી કાકવાડા ગામની દૂધ ડેરી જલ્દી ચાલુ કરવામાં આવે તેવી લોકમોગ ઊઠી છે.

(કલ્પેશ મોદી – પ્રતિનિધિ પાલનપુર)

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી