ભારતીય સંસ્કૃતિ અને ધર્મમાં શંખનું ખૂબ મોટું મહત્વ બતાવ્યું છે. તમે મંદિર કે અન્ય કોઈ જગ્યા એ ઘણીવાર શંખ જોયા હશે.પરંતુ જીવતા શંખ ભાગ્યે જ કોઈએ જોયા હશે. પાલનપુરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં જીવતા શંખ છેલ્લા 5 વર્ષથી દર ચોમાસે જોવા મળી રહ્યા છે અને તેને લઈને લોકો પણ અચરજ પામ્યા છે.

હિન્દુ ધર્મમાં જે રીતે માન્યતા છે અને પુરાણોમાં શંખ નું એક અનોખું મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે. વર્ષો પહેલા યુધ્ધ વખતે પણ શંખ નાદ કરવા માટે શંખ નો ઉપયોગ કરવામાં આવતો હતો. પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોલેનાથનાં મંદિરમાં જઈ લોકો પૂજા અર્ચના કરે છે અને શંખ પણ વગાડે છે ત્યારે ભગવાન ભોલેનાથનાં પ્રિય એવા શંખ જીવતા મળે ત્યારે  લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરી ને વાત કરી એ તો જીવતા શંખ નદી કાંઠે જ જોવા મળતા હોય છે અને આદિવાસી સમાજનાં લોકોની મહિલાઓ તેને માળા બનાવી પહેરતી હોય છે તેવું પણ જાણવા મળી રહ્યું છે પરંતુ પાલનપુર હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલા ત્રણ મકાનમાં 100 થી વધારે  આ જીવતા શંખ દર ચોમાસામાં જોવા મળી રહ્યા છે.

છેલ્લા 5 વર્ષ થી આ શંખ આ જગ્યાએ ચોમાસામાં જોવા મળી રહ્યા છે. તેમને કોઈ ખોરાક આપવામાં આવતો નથી તેઓ પોતે કુદરતી રીતે જીવતા રહે છે અને ચોમાસુ પત્યા બાદ કયા જાય છે એ પણ કોઈ જાણતું નથી ત્યારે હાલ તો આ જીવતા શંખ ને જોઈ લોકો અચરજ પામ્યા છે અને તેને જોવા માટે આવી રહ્યા છે. જીવતા શંખ શહેરમાં જોવા મળે તેવું ભાગ્યેજ બની શકે ત્યારે પાલનપુરમાં આ જીવતા શંખ જોવા મળ્યા છે  જેને લઇ લોકો માં એક કુતૂહલ છે ત્યારે આ શંખ કયાંથી આવે છે અને કઇ રીતે જીવતા રહે છે તે પણ હાલ એક સંશોધનનો વિષય બન્યો છે.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી