ડ્રોન હૈ તો મુમકીન હૈ, સફળ પ્રયોગ..

દુર અંતરિયાળ ગામમાં ડ્રોન દ્વારા જથ્થો પહોંચાડવામાં આવે…

ભારતમાં સીમાવર્તી રાજ્ય પંજાબ વગેરેમાં નશીલા પદાર્થની હેરાફેરી કરનારાઓ દ્વારા ડ્રોનથી જથ્થો મોકલવાની ઘટનાઓ બને છે, જેમાં ડ્રોનની સાથે જથ્થો પણ ઝડપાતો હોય છે. જો કે મહારાષ્ટ્રમાં ડ્રોનનો જીવનરક્ષક દવાઓ પહોંચાડવા માટે પ્રયોગ અને ઉપયોગ થયો છે. દુર અંતરિયાળ ગામમાં પહોંચવા માટે એક કલાકનો સમય લાગતો હોય ત્યાં નવ મીનિટમાં કોરોના વિરોધી રસીનો જથ્થો પહોંચાડવાનો પ્રયોગ સફળ રહ્યો છે.

દેશમાં રસીકરણનું કામ સ્પીડમાં ચાલી રહ્યું છે. આ અંતર્ગત અંતરિયાળ ગામડામાં રસી પહોંચાડવામાં આવી રહી છે. દેશમાં એવા વિસ્તાર છે જ્યાં ડ્રોનથી રસી પહોંચાડવામાં આવી રહી છે. આ દરમિયાન મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના જાટ ગામમાં રાજ્ય સ્વાસ્થ્ય વિભાગ તરફથી ડ્રોનના માધ્યમથી રસી પહોંચાડવામાં આવી. આની શરુઆત એડિશનલ ચીફ સેક્રેટરી (સ્વાસ્થ્ય) ડો. પ્રદીપ વ્યાસ તરફથી કરવામાં આવી છે. સામાન્ય રીતે અહીં રસી પહોંચાડવામાં 1 કલાકનો સમય લાગે છે. પણ ડ્રોનના માધ્યમથી 9.5 મિનિટમાં તેને પહોંચાડી દેવામાં આવી છે.

રાજ્ય સ્વાસ્થ્ય વિભાગના ડેપ્ટી ડાયરેક્ટર (કોંકણ) ડો. ગોરી રાઠોડ તરફથી કહેવામાં આવ્યું છે કે પાલઘરના ભૌગોલિક સ્થિતિ અથવા રસ્તે રસી પહોંચાડવું ઘણું મુશ્કેલ છે. ડ્રોનની મદદથી આને 10 મિનિટની અંદર પહોંચાડી શકાય છે. પહેલા તેને પહોંચાડવામાં 1 કલાકનો સમય લાગતો હતો. ત્યારે ડો. પ્રદીપ વ્યાસે જણાવ્યું કે હાજર સમયમાં આ પ્રોજેક્ટને પાયલોટ પ્રોજેક્ટ તરીકે લેવામાં આવ્યો છે. અમે બધાએ આના ખર્ચા પર ધ્યાન કરી રહ્યા છીએ જેથી આગળ કયા વિસ્તારોમાં આને વધારી શકાય. આ ડ્રોન 15થી 20 કિમી સુધી જઈ શકે છે અને આના માધ્યમથી 5 કિલોથી વધારે વજન મોકલી શકાય છે.

આ ડ્રોનને મુંબઈના રહેવાસી યુવક ધવલ ઘેલાશા ઉડાડે છે. તેમનું કહેવું છે કે અમારું બસ સ્ટેશન જવાહરમાં છે. આ પ્રોજેક્ટની પાઈલોટ ફ્લાઈટ જાટ ગામ સુધી હતી. સામાન્ય રીતે ત્યાં રસી પહોંચાડવામાં 1 કલાકનો સમય લાગતો હતો. પણ ડ્રોનના માધ્યમથી માત્ર 9.5 મિનિટમાં રસીના 300 ડોઝને જાટ ગામ પહોંચાડવામાં આવ્યા.

ઉલ્લેખનીય છે કે આ પહેલી વાર નથી આ પહેલા તેલંગાણા અને ઉત્તરાખંડના ગામોમાં ડ્રોનથી રસી પહોંચાડવામાં આવી છે. તેલંગાણામાં સપ્ટેમ્બરમાં હૈદરાબાદથી 75 કિમીના અંતર પર વિકરાબાદમાં ડ્રોનના માધ્યમથી દવા પહોંચી ગઈ હતી.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી