જલ્દી કરો 2018-19: પાન કાર્ડને આધાર સાથે લિંક કરાવવા સહિત આ 6 કામ 31 માર્ચ સુધી પતાવી લો…

નાણાકીય વર્ષ 2018-19 પૂરું થવાની આરે છે. ત્યારે 31 માર્ચ પહેલા તમારે અમુક કામ પૂર્ણ કરી લેવા જોઈએ જેથી આર્થિક નુકસાનીથી બચી શકો.

પેનલ્ટીથી બચવા પહેલા કરો આ 6 કામ

પાન કાર્ડને આધાર સાથે લિંક કરો પાન અને આધાર નંબરને લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2019 છે. સરકારે ગત વર્ષે 30 જૂન 2018 પછી તેને વધારીને 31 માર્ચ કરી આપી હતી.

ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા જેવા કામ પાન કાર્ડ દ્વારા જ પૂર્ણ થાય છે. 31 માર્ચ પહેલા પાનને આધાર સાથે લિંક કરવામાં આવશે નહીં તો ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 139AA અંતર્ગત તમારું પાન કાર્ડ રદ કરવામાં આવશે.

GST વાર્ષિક રિટર્ન જમા કરાવવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2019 છે. જોકે સરકારે તેની તારીખ પણ 31 ડિસેમ્બર 2018થી વધારીને 31 માર્ચ 2019 કરી દીધી છે. તમામ વેપારીઓ 31 માર્ચ સુધીમાં પોતાનું વાર્ષિક રિટર્ન જમા કરાવી શકે છે. વાર્ષિક રિટર્ન ફોર્મમાં GST હેઠળ રજીસ્ટર્ડ વસ્તુઓનું વેચાણ, ખરીદી અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી)ની સંપૂર્ણ જાણકારી આપવાની હોય છે.

ટ્રાઈની નવી આવેલ ગાઇડલાઇન્સ મુજબ, કેબલ અને DTH યુઝર્સે 31 માર્ચ 2019થી પહેલા પોતાની ફેવરિટ ચેનલને પસંદ કરી લેવાની રહેશે, જો તમે આવું નથી કરતા તો 31 માર્ચ પછી તમારું ટીવી બંધ થઇ જશે.

ITR ફાઈલ કરવાનો છેલ્લો ચાન્સ, જો કોઈ કરદાતાએ 2017-18નું રિટર્ન ફાઈલ ન કર્યું હોય તો તેની ડેડલાઈન પણ 31 માર્ચ 2019 છે. જોકે રિટર્ન ફાઈલ કરનારાઓએ 10 હજાર રૂપિયાની પેનલ્ટી આપવી પડશે

ફિઝિકલ શેર્સને ડિમેટ કરાવવાની છેલ્લી તારીખ, શેરબજારમાં ઈન્વેસ્ટ કરતા લોકો માટે 31 માર્ચ ઘણી મહત્વની છે. જો તમારી પાસે અત્યારે પણ શેર ફિઝિકલ રીતે પડ્યા છે તો તેને 31 માર્ચ 2019 સુધી ડિમેટમાં કન્વર્ટ કરાવી લો. 31 માર્ચ સુધી શેર્સને ડિમેટમાં કન્વર્ટ ન કરાયા તો નિયમો મુજબ શેર્સને વેચવાની મંજૂરી તમને આપવામાં આવશે નહીં.

જો તમે 80 સી હેઠળ ઈન્વેસ્ટ કર્યું છે અને તેના પર ટેક્સ છૂટ ઈચ્છો છો તો 31 માર્ચ સુધી તમારા ઇન્વેસ્ટમેન્ટ પ્રૂફ જમા કરાવવા પડશે જેથી તમને ટેક્સ છૂટનો લાભ મળી શકે. 31 માર્ચ સુધી ઇન્વેસ્ટમેન્ટ પ્રૂફ જમા કરાવવામાં ન આવે તો તમારી આવક પર ટેક્સ પણ કાપવામાં આવી શકે છે.

 52 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર