મહેફિલમાં ઝડપાયેલા ભાજપના MLA બોલ્યા – ‘હું તો મંદિરે દર્શન માટે જતો હતો.., હું દારૂ નથી પીતો..’

અધ્યક્ષ પાટીલે આપ્યા તપાસના આદેશ, ધારાસભ્ય સામે શિસ્તભંગના પગલાં ભરાશે

ખેડા માતરના MLA કેસરીસિંહ સોલંકીનો જામીન પર છુટકારો થયો છે. કેસરીસિંહ સોલંકીના તબીબી પરીક્ષણો કર્યા બાદ જામીન પર છુટકારો થયો છે. દારૂની મહેફિલ માણતા 25 લોકોની પોલીસે ધરપકડ કરી હતી. જે બાદ વધુ તપાસ હાથ ધરાઇ હતી. હાલોલના શિવરાજપુર નજીક આવેલ જીમીરાં રિસોર્ટમાં ધારાસભ્ય સહિત, કેટલીક યુવતીઓ તેમજ નબીરાઓ મહેફિલ માણી રહ્યા હતા.

જીમીરા રીસોર્ટ વડોદરાના ભાજપના બક્ષીપંચના મહામંત્રીનુ હોવાનું સામે આવ્યું છે. વોર્ડ નંબર ૧ના ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી અમિત ટેલરનું  આ રીસોર્ટ છે. અમિત ટેલર નિવૃત જજના પુત્ર છે. એલસીબીએ સાંજે ૬ થી ૬:૩૦ની વચ્ચે રીસોર્ટની ઘેરા બંધી કરી હતી. ઘેરાબંધી કર્યા બાદ કરી હતી રેડ. રેડ કરતા એમએલએ કેશરીસિંહ અને અન્ય લોકો જુગાર રમતા અને દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. હાલ પાવાગઢ પોલીસ અને એલસીબીએ રીસોર્ટ માલિક અમિત ટેલરની પણ શોધખોળ હાથ ધરી છે. 

રિસોર્ટમાંથી ખેડા જિલ્લાના ધારાસભ્ય કેશરીસિંહ સોલંકી સહિત 18 પુરુષો અને 7 મહિલાઓ પણ ઝડપાઈ છે.  મહિલાઓમાં 3 નેપાળી મહિલાઓનો પણ સમાવેશ થાય છે. દારૂની 7 ઉપરાંત બોટલ પણ મળી આવી હતી.

જો કે જુગારધામનો પર્દાફાશ થયા બાદ ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ કેમેરા સામે મોઢું છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમને જ્યારે આ સમગ્ર ઘટના વિશે પૂછવામાં આવ્યું તો કહ્યું કે, હું તો મંદિરે દર્શન કરવા જતો હતો. હું કોઈ દિવસ દારૂ નથી પીતો.

જુગારકાંડમાં પકડાયેલા ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સામે પગલાં લેવાઈ શકે છે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે સમગ્ર મામલે આપ્યા તપાસના આદેશ આપ્યા છે. તપાસ બાદ પ્રદેશ અધ્યક્ષ આ મામલે પગલા લઈ શકે છે. ધારાસભ્ય સામે શિસ્તભંગના પગલાં ભાજપ લઈ શકે છે. 

 89 ,  1