September 26, 2022
September 26, 2022

પંચમહાલ: લુંટેરી દુલ્હન સોના ચાંદીના દાગીના લઇને થઇ નવ દો ગ્યારહ

પંચમહાલના શહેરામાં લૂંટેરી દુલ્હનનો કિસ્સો પ્રકાશમા આવ્યો છે. તાલુકાના મોરવા રેણા ગામના યુવાન સાથે પાંચ માસ અગાઉ એક યુવતીએ લગ્ન કર્યા બાદ બે દિવસ રોકાઈને સોના ચાંદીના દાગીના સાથે લઈને નવ દો ગ્યારહ થઈ ગઇ હતી.

યુવકે પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે આ કાલોલ પોલીસ મથક ખાતે હાલમાં આજ મામલે પકડાયેલ બે મહિલા આરોપીની ટ્રાન્સફોર વોરંટથી ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રીમાન્ડ માંગવાની તજવીજ હાથધરી છે.

લગ્નની ઉંમર થવા છતા દીકરાના લગ્ન ન થતા હોય ત્યારે સ્વાભાવિક છે કે વ્યથિત પરિવારજનો યુવતીના પરીવારને રૂપિયા આપીને લગ્ન કરાવવા તેયાર થઈ જતા હોય છે. આજે કેટલાક સમાજમા વિવિધ કારણોસર જો લગ્ન માટે યુવતી ન મળે તો અપરીચિત વચેટીયાઓ મારફતે પણ લગ્નના સપના સાકાર કરતા હોય છે. લગ્નના સપનાઓમાં રચાતા લગ્ન ઇચ્છુક યુવકોને ધોળે દિવસે તારા બતાવી દેતા હોય છે.

હાલમાં જ શહેરા તાલુકામાં એક આવોજ લૂંટેરી દુલ્હનનો કિસ્સો પ્રકાશમા આવ્યો છે. તાલુકાના મોરવા રેણા ગામના યુવાન સુનિલ સારી છોકરીના શોધમાં હતો તેવા સમયે એક લગ્ન કરાવતી ટોળકીના સંપર્કમાં આવ્યો હતો. સુનિલના લગ્ન થવાની ખુશીમાં તેના પરિવારજનો પણ ખુશ થઈ ગયા હતા. બાલાસિનોર તાલુકાના દેવ પાંડવાના રમેશ ભાઈ પ્રજાપતિ યુવક સુનિલ કુમાર સોલંકી અને તેના પરીવારજનોને વડોદરાના પાદરા ખાતે છોકરી દેખવા માટે ગયા હતા ત્યા મંદીના ઉર્ફે મુન્ની ઇમામ ચૌહાણ અને રાજા ઉર્ફે ફિરોઝની ઓળખ થઈ હતી.

સુનિલને છોકરી દેખાડતા સંગીતા ઉર્ફે દક્ષા ગંગારામ પસંદ આવી હતી લૂંટેરી દુલ્હનની ટોળકીની મંદીના ઉર્ફે મુન્ની એ રૂપિયા 1,55,000માં સુનિલ સોલંકીના લગ્ન સંગીતા ઉર્ફે ઉર્મિલા વસાવા સાથે 29/1/19 એ 100રૂપિયાના સ્ટેમ્પમાં નોટરી કરારથી કરાવી દીધા હતા. યુવક અને તેના પરિવારજનો તે સમયે ખુશખુશાલ હતા પણ ખુશી માત્ર બે દિવસની જ હતી. લૂંટેરી દુલ્હન બે દિવસ સુનિલના ઘરે રોકાઈને કોઈને ખબર ના પડે તેમ તે સોના ચાંદીના દાગીના પહરેલ હતા તે લઈને નવ દો ગ્યારહ થઈ ગઈ હતી.

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી