રોગચાળોઃ જીવન-મરણ તો ભગવાનના હાથમાં હોય છે, ભાજપ નેતાનું વિવાદાસ્પદ નિવેદન

રાજકોટમાં રોગચાળાની સાથે સાથે એક વિવાદ પણ વકર્યો છે અને આ વિવાદ છે જવાબદારીમાંથી છટકવાનો અને અન્યના માથે દોષનો ટોપલો ઢોળવાનો છે. રાજકોટમાં જ્યાં રોગચાળાએ 3 માસૂમ બાળકોનો ભોગ લીધો છે અને અડધુ શહેર રોગચાળાના ખપ્પરમાં હોમાઇ રહ્યુ છે. આવા સમયે સત્તાના નશામાં ચકચૂર બનેલા રાજકોટના નેતાઓ નિવેદનબાજી કરવામાં પડ્યાં છે.

એક તરફ ધારાસભ્ય ગોવિંદ પટેલ બાળકોના મોત પાછળ ભગવાનને નિમિત્ત બનાવી રહ્યાં છે, તો બીજી તરફ મેયર બીના આચાર્ય આ સ્થિતિ માટે વરસાદના માથે દોષનો ટોપલો ઢોળી રહ્યાં છે. આ નેતાઓને જાણે કે નિવેદનો કરવા સિવાય અન્ય કોઇ કામ જ નથી એવુ લાગી રહ્યું છે. કેમ આ નેતાઓ આવા બે જવાબદાર નિવેદનો કરી રહ્યા છે તે એક મોટો સવાલ છે. આ બંને નેતાઓ નિવેદન ઓછા અને કામ વધુ કરે તો રાજકોટનુ ભલુ થાય.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી