September 18, 2021
September 18, 2021

પંકજ જોશી મુખ્યમંત્રીના નવા ACS, અવંતિકા સિંઘને CMO સચિવ બનાવાયા

અશ્વિનીકુમારને સ્થાને અવંતિકા સિંઘની વરણી

અવંતિકા સિંઘ બન્યા CMO સચિવ ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી કેબિનેટના શપથવિધિના અટકળો વચ્ચે આઈએએસ લોબીમાંથી મોટો સમાચાર સામે આવ્યા છે. પંકજ જોશીને મુખ્યમંત્રીના નવા ACS બનાવવામાં આવ્યા છે. તો અવંતિકા સિંઘને CMO સચિવ બનાવવામાં આવ્યા છે.

CMના અધિક મુખ્ય સચિવ તરીકે પંકજ જોશીની નિમણૂંક કરવામાં આવી છે. તો અશ્વિનીકુમારને સ્થાને અવંતિકા સિંઘની નિમણૂંક કરાઈ છે. અવંતિકા સિંઘ CMO સચિવ બન્યા છે. CMOમાં સ્પેશિયલ ઓફિસર તરીકે એમડી મોડિયાની નિમણૂંક કરાઈ છે. CMOમાં સ્પેશિયલ ઓફિસર તરીકે NN દવેની નિમણૂંક કરાઈ છે.

 67 ,  2