પંકજ કુમારને સોંપાયો ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવનો ચાર્જ

સંગીતા સિંઘ સેવાનિવૃત્ત થતાં ગૃહખાતાના ACS તરીકે પંકજ કુમારને વધારાનો ચાર્જ

રાજ્ય સરકાર દ્વારા સંગીતા સિંઘની સેવાનિવૃત્તિ પર રેવન્યુ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી પંકજ કુમારને ગૃહવિભાગના એડિશનલ ચીફ સેક્રેટરીનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘ વયમર્યાદાને કારણે નિવૃત્ત થયા છે, ત્યારે પંકજ કુમારને તેમનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

પંકજ કુમાર હાલ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ છે, ત્યારે તેઓને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવનો વધારાનો ચાર્જ સોંપાયો છે. જોકે, સંગીતા સિંઘ રિટાયર્ડ થવાના હતા, ત્યારે કોને ચાર્જ સોંપાશે તે ચર્ચા ગાંધીનગરમાં લાંબા સમયથી ચાલી રહી હતી. ત્યારે પંકજ કુમારના નામ પર પૂર્ણવિરામ મૂકાયું હતું. 

સંગીતા સિંઘ બાદ સંગીતા સિંઘ 1986ની બેચના IAS અધિકારી છે. ગૃહખાતાના આ પદ માટે પંકજ કુમારની સાથે સાથે ડૉ રાજીવ કુમાર ગુપ્તાનું નામ પણ રેસમાં હતું,  નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં આ પદ પર રાજીવકુમાર ગુપ્તા કે પંકજકુમારની પસંદગી થાય તેવી શક્યતા જોવામાં આવી રહી હતી. આ સ્થિતિમાં રાજીવકુમાર ગુપ્તાને ગૃહનો હવાલો આપવામાં આવે અને પંકજકુમારને નાણા વિભાગ સોંપવામાં આવે તેવી શક્યતા હતી. જોકે સરકારે પંકજ કુમાર પર પોતાની પસંદગી ઉતારી છે.

 55 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર