પપૈયા સ્વાસ્થ્ય માટે ખજાનો…ફાયદા જાણીને તમે પણ ખાવાનું શરૂ કરી દેશો

જાણો તેના ખાવાના ફાયદા…

પૌષ્ટિક અને સ્વાદિષ્ટ પપૈયામાંથી અનેક વિટામિન મળે છે. તેને નિયમિતરૂપે ખાવાથી શરીરમાં ક્યારેય વિટામિન્સની ઉણપ નહીં રહે. બીમાર વ્યક્તિને આપવામાં આવતા ફળોમાં પપૈયું પણ સામેલ હોય છે કારણ કે તેના એક નહીં અનેક ફાયદા છે.

– પપૈયામાં મોટી માત્રામાં વિટામિન એ હોય છે. માટે તે આંખો અને ત્વચા માટે બહુ સારું ગણાય છે. તેનાથી આંખોની રોશની તો સારી થાય છે સાથે ત્વચા પણ સ્વસ્થ, સ્વચ્છ અને ચમકદાર બને છે.
– પપૈયું પેટ માટે બહુ ફાયદાકારક હોય છે. તેનાથી પાચનતંત્ર સારું રહે છે અને પેટના રોગો પણ દૂર થાય છે. પપૈયું પેટના ત્રણ મુખ્ય રોગો વાયુ, પિત અને અપચામાં રાહત પહોંચાડે છે. અને તે આંતરડા માટે ઉત્તમ હોય છે.
– તે પ્રોટીનને પચાવવામાં મદદરૂપ બને છે.
– તેમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી, કેન્સર વિરોધી અને હીલિંગ પ્રોપર્ટી હોય છે.
– પપૈયામાં કેલ્શિય પણ ઘણું હોય છે. માટે તે હાડકાંને મજબૂત બનાવે છે.
– તેમાં વધતા બાળકોના યોગ્ય વિકાસ માટે જરૂરી પોષક તત્વો હોય છે. શરીરને પોષણ આપવાની સાથે તે રોગોને દૂર પણ ભગાડે છે.

 66 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી