પેપર લીક કેસ મામલો : અસિત વોરાને દૂર કરો, નહીં તો રસ્તા પર ઉતરીશું – યુવરાજસિંહ

‘ગોપનીય પુરાવા ગૃહ રાજ્યમંત્રીને જ આપીશું..’

હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયાના ખુલાસા માટે 88 હજાર ઉમેદવારોના ભવિષ્ય પર સવાલ ઉભો થયો છે. પેપર રદ્દ કરવા મામલે હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. આવામાં આખરે પેપર લીક થયાના છ દિવસ બાદ સરકારે પેપર ફૂટ્યાનો સ્વીકાર કર્યો છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં દસ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓને દાખલારૂપ સજા અપાવવાની સરકારે જાહેરાત કરી છે. ત્યારે યુવરાજસિંહે સરકારને અલ્ટિમેટમ આપ્યુ છે કે, 72 કલાકમા અસિત વોરાની હકાલપટ્ટી ન થઈ તો ફરી રસ્તા ઉપર આંદોલન કરીશું.

યુવરાજ સિંહે કહ્યું કે પ્રાંતિજમાં જે કલમો દાખલ કરવામાં આવી તે હળવી કલમો છે. અમે કડકથી કડક તપાસ ઇચ્છીએ છીએ. તો આ સાથે તેમણે એમ પણ કહ્યું કે અમારી માગણી એ છે કે તપાસ માંથી આસિત વોરાને દૂર કરવામાં આવે. અને એમની સંડોવણી આવે તો એમના પર પણ કાર્યવાહી થવી જોઈએ. જ્યારે બીજા આરોપીઓ ને પકડવાની તજવીજ શરૂ છે ત્યારે યુવરાજ સિંહે કહ્યું કે અમારી પાસે ગોપનીય પુરાવા છે એ માત્ર અમે હર્ષ સંઘવીને આપવા માંગીએ છીએ.

યુવરાજ સિંહની માગ છે કે ગૌણ સેવામાં અધ્યક્ષ પદ નો ચાર્જ અસિત વોરા પાસેથી લઈ લેવામાં આવે. અને જ્યાં સુધી તપાસ પૂર્ણ ના થાય એ સુધી તેમને ચાર્જ ન આપવામાં આવે. અત્યાર સુધીમાં ગૃહ રાજ્યમંત્રી પ્રમાણે 10 લોકોની સંડોવણી સામે આવી છે, ત્યારે યુવારાજ સિંહે કહ્યું કે અમે બીજા લોકોની ધરપકડ માટે સહકાર આપવા તૈયાર છીએ.

 24 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી