પેપરલીક કાંડ : પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર થયું લીક, ગાંધીનગર રેન્જ IGએ કર્યા મોટા ખુલાસા

10 તારીખે થયું હતું પેપર લીક, અત્યાર સુધીમાં 11ની ધરપકડ

હેડ ક્લાર્કના પેપર લીક મામલે સૌથી મોટો ખુલાસો થયો હતો. મળતી જાણકારી અનુસાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્ધારા લેવામાં આવેલા હેડ ક્લાર્કનું પેપર સાણંદમાં આવેલા એક પ્રિન્ટિંગ પ્રેસમાંથી લીક થયું હતુ. આ જાણકારી રેન્જ આઈજી અભય ચુડાસમાએ પ્રેસ કોફ્રરન્સમાં જણાવી હતી.

તેમણે કહ્યું કે સાણંદની પ્રિન્ટિંગ પ્રેસમાંથી હેડ ક્લાર્કનું પેપર લીક થયું હતું. પ્રેસના કર્મચારી કિશોર આચાર્યની ધરપકડ કરવામાં આવી છે. કિશોર આચાર્ય સાણંદમાં આવેલા પ્રિંટીંગ પ્રેસનો હેડ છે. કિશોર આચાર્યએ પ્રેસમાંથી પેપર લીધું હતું. 10 તારીખે કિશોર આચાર્યએ પેપર લીક કર્યું હતું.

પેપરલીક મામલે ગાંધીનગર રેન્જ IGએ કહ્યું, કિશોર આચાર્યએ પેપર મંગેશ સીરકેને આપ્યુ, દિપક મહેન્દ્રભાઇ પટેલ જે સિંગરવા હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ચલાવે છે તે અને દેવલ પટેલ જે પેપર કાંડમાં મુખ્ય આરોપી છે તે બંને સાથે કામ કરે છે. દિપક પટેલનું પૂછપરછ કરતાં મંગેશ સીરકેનું નામ સામે આવ્યું હતું. જેની પોલીસે સઘન પૂછપરછ કરતાં તેણે પ્રિન્ટિંગ પ્રેસના કર્મચારી કિશોર આચાર્ય પાસેથી પેપર લીધું હોવાનું કબૂલ્યું હતું.

પોલીસે કિશોરની પૂછતાછ કરતાં તેણે કબૂલ્યું હતું કે 10 તારીખે ખાનગી રીતે પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર ચોરી મંગેશ સીરકેને રૂપિયા લઈ આપી દીધું હતું. મંગેશ સીરકે પાસેથી પોલીસે 7 લાખ રૂપિયા પણ કબજે કર્યા છે. મંગેશ સીરકેએ 10 તારીખે જ પેપર પ્રેસના કર્મચારી કિશોર આચાર્ય પાસેથી લીધું હતું જે બાદ દિપક મહેન્દ્રભાઇ પટેલ, દેવલ પટેલને આ પેપર રૂપિયા લઈ આપી દીધું હતું

નોંધનીય છે કે, પ્રિટિંગ વિભાગના હેડ કિશોર આચાર્યએ મંગેશને રૂપિયા નવ લાખમાં પેપર વેચ્યું હતું. ત્યાર બાદ મંગેશે દીપકને વેચ્યું હતું અને દીપકે આ પેપર જયેશ પટેલને વેચ્યું હતું. પોલીસે આ મામલામાં આરોપી કિશોર, મંગેશ અને દીપકની પણ ધરપકડ કરી છે. જ્યારે જયેશ પટેલ હજી ફરાર છે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં પેપર લીક કાંડમાં કુલ 11 આરોપીની ધરપકડ કરાઈ છે. પ્રિન્ટિંગ પ્રેસ અને ગૌણ સેવા પસંદગી મંડળના કોઈ કર્મચારીઓ સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પોલીસે બે આરોપીને ઝડપી લઇ 23 લાખ રૂપિયા જેટલી રકમ જપ્ત કરી હતી.

જયેશ પટેલ સહિત બે આરોપીઓ હજુ પણ ફરાર..

સમગ્ર કૌભાંડ મામલે 11 લોકો સામે ફરિયાદ થઈ ચૂકી છે જેમાં 8 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા અને તેમના 9 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. આ આરોપીઓ 27મી ડિસેમ્બર સુધી  રિમાન્ડ પર રહેશે. તમામ ઝડપાયેલા આરોપીઓના આઠેય આરોપીના રિમાન્ડ મંજૂર થયા બાદ હિંમતનગર લઈ જવાયા છે જો કે, મુખ્ય સુત્રધાર મનાતો  એક આરોપી જયેશ પટેલ હજુ પોલીસ પકડથી બહાર છે.આ સિવાયના બે અન્ય  આરોપીઓને પણ પોલીસ શોધી રહી છે. 

 150 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી