પરાગ-નડેલા-પિચાઇ, આ અબ લૌટ ચલે..તુઝકો પુકારે…

ટ્વીટરમાં પરાગની નિમણૂંકથી ભારતને શું ફાયદો..?

માઇક્રોસોફટના સત્યા નડેલાએ ભારતની શું સેવા કરી..?

“બ્રેઇન ડ્રેઇન”ના બદલે ફરીથી પ્રતિભાઓ વિદેશ તરફ…?

એડિસન શહેરના મેયરપદે યંગ ગુજરાતીની વરણી…

તો ભારતનો મિશન ચંદ્રયાન-ટુ નિષ્ફળ ન જાત…

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

અમેરિકાની જાણીતી ઘણી જાયન્ટ ટેકનોલોજી કંપનીઓમાં ભારતનો દબદબો ઓર વધ્યો છે. કેમ કે ટ્વીટર કંપનીના સીઇઓ તરીકે મૂળ મુંબઇ -ભારતના યુવા પરાગ અગ્રવાલની નિમણૂંક થઇ છે. તેમનો પગાર વર્ષે 1 મિલિયન અમેરિકન ડોલર છે. એક મિલિયન એટલે 10 લાખ. એટલે પરાગને વર્ષે 10 લાખ ડોલર મળશે મહિને અંદાજે એકાદ લાખ ડોલર કે 70 લાખ રૂપિયાનો પગાર મળશે.

કોમ્પ્યુટર બનાવનાર કંપની માઇક્રોસોફ્ટના સીઇઓ તરીકે હાલમા સત્યા નડેલા છે, ઇન્ટરનેટ યુગમાં જેના વગર ચાલતુ નથી કે આપણાં જીવનનો એક ભાગ બની ગયો છે તે ગૂગલ સર્ચ એન્જિન કંપની આલ્ફાબેટના સીઇઓ સુંદર પિચાઇ છે, આઇબીએમના સઈઇઓ અરવિંદ ખન્ના છે, એડોબીના સીઇઓ શાંતનુ નારાયણ છે, માસ્ટરકાર્ડના સીઇઓ અજય બાંગા છે, ઠંડા પીણા બનાવતી કંપની પેપ્સી-કોના સીઇઓ તરીકે અત્યાર સુધી મૂળ ભારતીય મહિલા ઇન્દ્રા નૂઇ હતા, આરિસ્ટા નેટવર્કમાં જયશ્રી ઉલ્લાલ છે, વીએમવેરમાં રઘુ રઘિરામન છે, અને હવે આ મુગુટમાં પરાગ નામનું વધુ એક છેોગૂ ઉમેરાયુ છે. તેઓ વિવાદી ટ્વીટરના સીઇઓ બન્યા છે. યાદ રહે કે ટ્વીટરની છાપ ભારત વિરોધી બની ગઇ છે.

અંકલ સેમના દેશ અમેરિકામાં લાખો ભારતીયો રહે છે અને દર વર્ષે સંખ્યાબંધ ભારતીયો ભારતને બાય બાય ટાટા કહીને અમેરિકા-કેનેડા-ઓસ્ટ્રેલિયા તરફ ઉડાન ભરી રહ્યાં છે. એક અંદાજ પ્રમાણે 1.33 કરોડ ભારતીયોએ વિદેશની ધરતી પર પોતાની દુનિયા વસાવી છે. સત્તાવાર આંકડા પ્રમાણે, છેલ્લાં પાંચ વર્ષમાં 6 લાખ ભારતીયોએ ભારતની નાગરિકતા જતી કરી છે, ગરવા ગુજરાતીઓને ગૌરવ થાય એવા સમાચાર એ છે કે અમેરિકાના ન્યૂ જર્સીના એડિશન શહેરના મેયર તરીકે મૂળ ગુજરાતી પરિવારની બીજી પેઢીના સમીપ “સેમ” જોષીની વરણી થઇ છે.

2022ના નવા વર્ષથી તેઓ એડિસનનું મેયરપદ સંભાળશે. એડિસન સહેરની વસ્તી એક લાખની છે અને 44 ટકા વસ્તી એશિયનનની છે. મેયરપદની ચૂંટણીમાં સમીપની સામે કોઇ મૂળ અમેરિકન ગોરો કે બ્લેક નહીં પણ મૂળ ભારતીય એવા મહેશ ભાગિયાએ ઉમેદવારી નોંધાવી હતી…

કેનેડામાં ભારતીયોમાં મુખ્યત્વે સીખો વધારે છે. જેમ એક ગુજરાતીનું સ્વ્પન ડોલરિયા દેશમાં જવાનું હોય છે તેમ લગભગ દરેક પંજાબી સિખ કા સપણા કનાડા છે…! કેનેડામાં સિખોની વસ્તી એટલી બધી છે કે ત્યાંની ફેડરલ એટલે કે કેન્દ્ર સરકારમાં સીખ સમાજના મંત્રીઓ છે. ઘણાં મજાકમાં એમ કહે છે કે 10-15 વર્ષ પછી કેનેડામાં વડાપ્રધાન પણ સિખ હશે..! કેનેડામાં ન્યૂ ડેમોક્રેટીક પાર્ટી-એનડીપી-ના નેતા સિખ સમાજના જગમિતસિંગ જીમ્મી ધાલીવાલ છે. વિદેશમાં ખાસ કરીને અમેરિકામાં વસતા ગુજરાતીઓને ત્યાંના રાજકારણથી દર રહીને ડોલરની સુગંધમાં વધારે રસ લે છે. જ્યારે કેનેડામાં સિખો રાજકારણમાં વધારે રસ લે છે.એમ કહેવાય છે કે ભારતના પંજાબમાં કોની સરકાર બનશે તે કેનેડાના વગદાર સિખો નક્કી કરતાં હોય છે.

ફીજી નામના દેશમાં વડાપ્રધાનપદે મૂળ ભારતીય મહેન્દ્ર ચૌધરી બિરાજ્યા હતા પણ લાંબુ ટકી ન શક્યા. મોરેસિયસ સહિત દ.આફ્રિકાના ઘણાં દેશોમાં ગુજરાતીઓ અને ભારતીયો વસે છે પણ ત્યાંના રાજકારણથી દૂર રહીને આર્થિક રીતે ધનવાન બનવામાં વધારે ધ્યાન આપે છે. ગુજરાતીઓ તો વિમાનની શોધ થઇ તે પહેલાંથી વહાણો દ્વારા દ.આફ્રિકાના ઝાંઝીબાર અને અન્ય દેશમાં વેપાર કરતાં આવ્યાં છે.

ફરીને પાછા પરાગ અગ્રવાલની નિમણૂંકના આનંદ પર આવીએ તો સત્યા નડેલા સહિત જે મૂળ ભારતીયો વિદેશની કંપનીઓના ઉંચા પદ પર છે તેઓ હવે ભારતના નાગરિક નથી. ભારત સાથે તેમને કાંઇ લાગતુ કે વળગતુ નથી. ભારતની તેમને કેટલી ચિંતા હશે એ તો તેઓ જ જાણે પણ પરાગ અગ્રવાલ ટ્વીટરની બાગડોર સંભાળે તે પછી ટ્વીટર ભારતને પરેશાન કરવાનું બંધ કરે તો ભયો ભયો.. કેમ કે ટ્વીટરની છાપ ભારત વિરોધી થઇ ગઇ છે. આવા પદ પર બિરાજમાન મૂળ ભારતીયો પોતાને લાખો ડોલરનો પગાર આપનાર કંપનીના હિતોનું જ ધ્યાન રાખવાનું હોય છે. તેમાં મેરા ગાંવ મેરા દેશની લાગણી આવતી નથી..એડિસનના મેટર સેમને પોતાના શહેરની ચિંતા હશે ભારતના કોઇ અમરાપુરા કે અમરાવતી શહેર ચિંતા ના હોય તે સ્વાભાવિક છે.

અમેરિકાની વિજ્ઞાન સંસ્થા “નાસા”માં ઘણાં મૂળ ભારતીયો સેવા આપે છે. તેઓ ભારતમાં હોત તો આપણો ચંદ્રયાન-2 પ્રોજેક્ટ નિષ્ફળ ન જાત. પરાગને કે નડેલાને ભારત કેમ ના ગમ્યુ કે ભારત કેમ ન સાચવી શક્યુ તેના પર ચિંતન ના થવુ જોઇએ..? 1990ના દાયકામાં બ્રેઇન ડ્રેઇનનો નવો અભિગમ જોવા મળ્યો અને તેના પરથી શાહરૂખખાનની ફિલ્મ સ્વદેશ બની હતી. જેમા નાસામાં કામ કરના મૂળ વિજ્ઞાની ભારત પરત ફરે છે અને એક ગામાડાની સમસ્યા દૂર કરે છે. સ્વદેશના બદલે હવે વિદેશગમન વધી રહ્યું છે.

ભારતમાં સરકારી મેડિકલ કોલેજ કે સરકારી ઇજનેરી કોલેજમાં ભણીને વિદેશ જતા રહેતાં તબીબો -ઇજનેરોને ભારતમાં ભણ્યા બાદ 10 વર્ષ સુધી વિદેશ નહીં જવા પર કોઇ પ્રતિબંધ ન હોવો જોઇએ..? ગુજરાતમાં સરકારી મેડિકલ કોલેજમાં ભણીને ગામડામાં ફરજિયાત સેવા આપવાનું ઘણાં ફ્રેશર ડોક્ટરો ટાળીને બોન્ડની રકમ જતી કરી બીજા રાજ્યમાં કે બીજા દેશમાં જતાં રહેતા હોય એવા અનેક કિસ્સા છે.

પરાગ અગ્રવાલ સહિત આવા ડોક્ટરો કે ઇજનેરોમાં ભારતમાતાની સેવા કરવાની લાગણી જગાવવાનો સમય આવી ગયો એમ નથી લાગતું..?! વિદેશના કોમ્યુનીટી રેડિયો પર આ ગીત વગાડવાની જરૂર છે- આ અબ લૌટ ચલે તુઝકો પુકારે દેશ તેરા…આ જા રે…આ..જા…

 38 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી