અકડમ બકડમ પકડાપકડમ..ની રેસમાં કોણ પહેલા પકડાશે….?

પરમબીરસિંહ અને અનિલ દેશમુખની લુકાછુપી…

દેશમુખને પાર્ટી અને સરકારનો ટેકો પણ પૂર્વ કમિશ્નરને..?

બન્ને કેસમાં મામલો પ્રતિષ્ઠાનો છે-પણ પકડાવુ તો પડશે ને..?

આવા કેસમાં વીવીઆઇપી ક્યાં સંતાતા હશે..?!

મામલા 100 કરોડ કા-મામલા પાંચ કેસો કા..

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

યે બંબઇ શહર હાદસો કા શહર હૈ..યહાં રોજ રોજ હર મોડ મોડ પર હોતા હૈ કોઇ ન કોઇ….હાદશા….હાદશા…!

બંબઇ હવે મુંબઇ બની ગયું અને એ મુંબઇ શહેરમાં બે એવા વીવીઆઇપી છે કે જેઓ ભાગ મિલ્ખા ભાગ..ની જેમ ધરપકડથી બચવા યહાં સે વહાં યા વહાં સે યહાં..ની લપાતા છુપાતા ફરી રહ્યા છે..એક છે પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીરસિંગ અને બીજા છે એક સમયના તેમના સરકારી બોસ પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ..!

અનિલ દેશમુખને કેન્દ્રીય એજન્સીઓ શોધી રહી છે અને પરમબીરસિંહને મહારાષ્ટ્રની તપાસ એજન્સીઓ…! બન્ને પોત પોતાની જાતને એટલા માટે છુપાવી રહ્યાં છે કેમ કે તેમને ખબર છે કે જો એકવાર હાથમાં આવી ગયા તો સીધા લોકઅપ અને ત્યાંથી જેલમાં…! એમાં વળી દેશમુખ તો મહારાષ્ટ્રમાં વર્તમાન સરકારમાં ગૃહમંત્રી હતા અને પોતાની જ સરકારમાં તેમને જેલમાં જવુ પડે તો…? છેલ્લાં 3 મહિનાથી બન્ને એકબીજાના વિરોધી અદાલતમાંથી કંઇક રાહત મળે એવા પ્રયાસો કરી રહ્યાં છે. પણ કોઇ રાહત મળતી નથી. અને વળી બન્ને કેસમાં મામલો પદ-પ્રતિષ્ઠાનો છે.

દેશમુખને અનેકવાર સમન્સ મોકલવા છતાં હાજર ન થતાં કેન્દ્રીય એજન્સી એનઆઇએ દ્વારા મહારાષ્ટ્રના મુખ્ય સચિવ અને પોલીસ વડાને બોલાવવામાં આવ્યાં છે. એટલે દેશમુખ હવે લાંબો સમય ભાગમ્ ભાગ…કરી શકે તેમ નથી. હાજિર હોના પડેગા અને પરમબીરસિંહ અંગે એવી આશંકા ચેનલોમાં દર્શાવાઇ રહી છે કે તેઓ માલિયા અને નિરવમોદી-મેહુલની જેમ દેશ છોડીને જતાં રહ્યાં હોય…!.

આ આખા મામલાનું મૂળ એન્ટેલિયા વિસ્ફોટક કેસ છે. મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક ભરેલી કાર મૂકવાના કેસમાં પોલીસ અધિકારી સચિન વઝે અંદર છે. અને આ કેસના પગલે પરમબીરસિંહને મુંબઇના પોલીસ કમિશ્નરપદેથી તેમની બદલી કરીને હોમગાર્ડઝ યુનિટમાં મૂકવામાં આવ્યાં અને ત્યાંથી તેમણે ધનધનાઇને…લખ્યો પત્ર…..મારો વાંક શું…મારો ગુનો શું…? હોમ મિનિસ્ટર અનિલ દેશમુખને વઝે કો હર મહિને મુંબઇ કે બારમેં સે 100 કરોડ વસૂલી કા ટાર્ગેટ દિયા થા….!

પોતાની બદલીના પગલે પોતાના જ હોમ મિનિસ્ટરની સામે 100 કરોડની વસૂલીનો આરોપ લગાવનાર આઇપીએસ પરમબીરસિંહ 1988ની બેચના અધિકારી છે. 29 ફેબ્રુઆરી, 2020ના રોજ મુંબઇના કમિશ્નરપદે નિમાયા અને 18 માર્ચ, 2021ના રોજ બદલી થઇ ગઇ. તેમની પહેલા મુંબઇના પોલીસ કમિશ્નપદે સંજય બર્વે હતા. હોમ મ્નિસ્ટર સામે 100 કરોડની વસૂલીના આરોપ મૂકનાર પરમબીરસિંહ મહારાષ્ટ્ર એસીબીના ડિરેક્ટરપદે પણ હતા. સ્વાભાવિક છે કે પોતાના કાર્યકાળ વખતે તેમણે ઘણાં સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને લાંચના કેસમાં પકડ્યા હોય. પણ તેઓ છેલ્લે જે પદ પર હતા તે પદ પર બેસવાની તક રાજકીય વગ વગર મળતી નથી. મહાઅઘાડી સરકારમાં તેમના ગોડફાધર કોણ હતા એ તો તેઓ જાણે પણ 100 કરોડની વસૂલીનો આરોપ કરીને તેઓ પોતે પણ મુશ્કેલીમાં મૂકાયા છે.

ઠાકરે સરકારમાંથી ત્યારબાદ દેશમુખને ના છૂટકે રાજીનામુ આપવુ પડ્યું અને તે પછી શરૂ થઇ પરમબીરસિંહ સામે તપાસ અને એક બે નહીં પણ પાંચ-પાંચ કેસો પરમબીર સામે નોંધાઇ ગયા છે જેમાં ખંડણી કે વસૂલીના પણ આરોપ છે અને મહારાષ્ટ્ર પોલીસ તેમની પાછળ…તો દેશમુખના પાછળ કેન્દ્રીય એજન્સી….! બન્નેનો લક્ષ્ય એક જ કે ધરપકડ ટાળો…! પણ ક્યાં સુધી…? બની શકે કે દેશમુખની ધરપકડ થતાં જ પરમબીરસિંહ પણ જો વિદેશમાં નહીં હોય તો મહારાષ્ટ્ર પોલીસ કે હિરાસત મેં..અને વિદેશ જતાં રહ્યાં હોય તો પણ સાંભળવાનું તો મહારાષ્ટ્ર પોલીસ પર આવશે કે આટલા બધા કેસો થયા પછી હાજર ન થનાર પર નજર કેમ ના રાખી…?

ભારતના રાજકિય ઇતિહાસમાં એવુ પહેલીવાર થયું કે કોઇ પોલીસ કમિશ્નરે ઓન ડ્યુટી હોમ મિનિસ્ટર સામે અધધ..100ની વસૂલીનો ઓન રેકોર્ડ આરોપ મૂક્યો હોય. તેઓ જાણતાં તો હશે જ કે તેઓ શું કરવા જઇ રહ્યાં છે અને તેનાં શું વળતા પ્રહારો આવશે..? એટલે બન્નેએ હાજિર તો હોના પડેગા અને કેસોનો સામનો પણ કરવો પડે..દેશમુખની ધરપકડના પગલે તેમના બચાવમાં તમના પક્ષના સુપ્રિમો શરદ પવાર વગેરે. બોલશે પણ પરમબીરસિંહની ધરપકડના પગલે તેમનો રાજકિય બચાવ કોણ કરશે..? દેશમુખ તો રાજકારણી છે અને હરિફ રાજકારણીઓની સાથે કાલે ભેગા થઇને પાઉં-ઉસળ ખાતા હશે. પણ બિચ્ચારા પરમબીરસિંહ…? શું કોઇ આખરે એવો રસ્તો નિકળશે કે બન્નેના કેસો પરત…?

એવો જ બીજો રસપ્રદ કેસ છે કંગના રનૌત અને જાવેદ અખતરનો. જાવેદે કંગના સામે કેસ કર્યો તો કંગનાએ પરમબીરસિંહની જેમ જાવેદની સામે બાબ રે બાબા….ખંડણીનો ..પૈસા વસૂલીનો કેસ કર્યો….! પરમબીરે તો આંકડો જાહેર કર્યો-100 કરોડની વસૂલી ફમ કંગનાએ જાવેદ અખ્તરે કેટલી ખંડણી માંગી તેનો કોઇ ફોડ પાડ્યો નથી…ગીતકાર અને ફિલ્મોમાં પટકથા લખનાર જાવેદે કંગના પાસેથી ગીતના લયમાં ખંડણી માંગી હશે કે પટકથાના ભાગરૂપે ડાયલોગ લખીને…?

જાવેદનું ખૂબ જાણીતુ ગીત છે- અરે દિવાનો મુઝે પહચાનો કહાં સે આયા મૈં હુ ડોન…ખંડણી માટે જાવેદે ડોન બનીને કંગનાને જાસાચીઠ્ઠીમાં લખ્યું હશે- અરે કંગના રે,,,મુઝે પહચાનો.. મુઝે કુછ દે દો…વર્ના…? બંબઇ સે આયા મૈં હુ ડોન…ઉખાણું-અકડમ બકડમ પકડાપકડમ..ની રેસમાં કોની ધરપકડ પહેલા થશે..? પરમબીરની કે દેશમુખની…?

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી