પરેશ રાવલનો ખુલાસો, નહીં લડે લોકસભાની ચૂંટણી

લોકસભા ચૂંટણીના હવે ગણતરકીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સત્તાધારી પાર્ટી તેમજ વિપક્ષ પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહ્યા છે. કોંગ્રેસ અને ભાજપ બન્ને પાર્ટીઓ દરેક સીટ પર પોતાના ઉમેદવારો વિચારી સમજીને ચૂંટણી મેદાનમાં ઉતારવાનું નક્કી કરી રહ્યા છે. ત્યારે આ દરમિયાન લોકસભાની ચૂંટણીને લઇને પરેશ રાવલે મોટી જાહેરાત કરી છે. પરેશ રાવલ આ વખતે લોકસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે.

તમને જણાવી દઇએ કે, 2014ની લોકસભાની ચૂંટણીમાં અમદાવાદ પૂર્વની બેઠક પરથી પરેશ રાવલ મોટા અંતરથી જીત્યા હતા. પરંતુ આ વખતે બોલીવુડ સ્ટાર્સ પરેશ રાવલ લોકસભાની ચૂંટણી નહીં લડવાનું મન બનાવી લીધું છે. પરેશ રાવલે આ વિશે જણાવ્યું હતું કે, હું આ વખતે લોકસભાની ચૂંટણી નહીં લડું, પરંતુ હું પીએમ મોદી અને પાર્ટીને હંમેશાં મારો ટેકો આપતો રહીશ.

 43 ,  3