ઓમ બિરલા લોકસભાના નવા સ્પીકર

૧૮ જુનના રોજ લોકસભાના નવા સ્પીકરની જાહેરાત કરવામાં આવી છે ત્યારે લોકસભાના નવા સ્પીકર તરીકે રાજસ્થાનના કોટાથી ભાજપ સાંસદ ઓમ બિરલાના નામની જાહેરાત કરવામાં આવી છે.

લોકસભા ચૂંટણી 2019માં ઓમ બિરલાને લગભગ પોણા ત્રણ લાખ વોટના અંતરથી કોંગ્રેસી ઉમેદવારને માત આપી હતી. કોટામાં કુલ 15 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં હતા, પરંતુ મુકાબલો ભાજપ અને કોંગ્રેસની વચ્ચે થયો હતો,  ઓમ બિરલાને 800051 વોટ મળ્યા હતા, જ્યારે કોંગ્રેસ ઉમેદવાર રામ નારાયણ મીણા 520374 વોટોની સાથે બીજા સ્થાને રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, સોમવારે નવા સાંસદોના શપથ લેવાની સાથે 17મી લોકસભાની શરૂઆત થઈ ચૂકી છે, સત્રના પહેલા દિવસે કુલ 313 સાંસદોએ શપથ લીધા. તેમાં શપથ લેનારાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, રાહુલ ગાંધી જેવા દિગ્ગજ સામેલ રહ્યા. આજે બીજા દિવસે બાકી સાંસદ શપથ લેશે.

લોકસભાનું આ સત્ર 26 જુલાઈ સુધી ચાલશે. લગભગ 40 દિવસ સુધી ચાલનારા આ બજેટ સત્રમાં ત્રણ તલાક જેવા મહત્વપૂર્ણ બિલો પર ચર્ચા થશે. જનરલ બજેટ પર ખાસ ફોકસ રહેશે. મોદી સરકાર 5 જુલાઈએ જનરલ બજેટ રજૂ કરવામાં આવશે.

 9 ,  1